SURAT

સુરતમાં 17 વર્ષના ખાટકીએ ગે આધેડને બકરાંની જેમ કાપી નાંખ્યો

સુરત (Surat) : સુરતમાં ઝાંપા બજારમાં તૈયબજી મહોલ્લામાં આધેડની હત્યા (Murder) કરાતાં ચકચાર મચી ગઇ હતી. આ આધેડ મસાજની (Massage) કામગીરી કરતો હોવાની વિગત જાણવા મળી છે. હત્યામાં સંડોવાયેલા 17 વર્ષીય શેખ અસ્ફાક અહમદે પોલીસને રજૂ કરેલી કેફિયતથી પોલીસ પણ ચોંકી ગઇ હતી. અસ્ફાકના વિવાહ તોડી નંખાવતાં 38 જેટલા ઘા મારી સમદ મોહમદ (ઉં.વ.55)ની હત્યા કરવામાં આવતાં પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.

શેખ અસ્ફાકે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં સમદ ગે (Gay) હોવાની વિગત જણાવી છે. છાસવારે તે સમદ સાથે સંબંધ બાંધતો હોવાની કબૂલાત કરી હતી. દરમિયાન શુક્રવારે સાંજે સમદે અસ્ફાકને બોલાવતાં તેણે મસાજ કરાવીને સમદના ટુકડા કરી હત્યા કરી નાંખી હતી. અસ્ફાક તેના પિતા સાથે ખાટકીની કામગીરી કરે છે. દરમિયાન સગાઇ તૂટી જતાં ઉશ્કેરાયેલા અસ્ફાકે સમદનું શિશ્ન કાપી નાંખ્યું હતું. આ ઉપરાંત બકરો કાપે એ રીતે સમદના ટુકડા કર્યા હતા. સાંજના સાડા પાંચ વાગ્યે આ હત્યા થઇ હોવાનો અંદાજ છે.

સમદ ગે હોવાનો અસ્ફાકનો આક્ષેપ
પોલીસે જણાવ્યું કે, અસ્ફાક નામનો યુવાન સીસીટીવી ફૂટેજમાં દેખાઇ આવ્યો હતો. દરમિયાન અસ્ફાકે સમદ તેને બીભત્સ ઇશારો કરતો હોવાનું જણાવ્યું હતું. તેની સગાઇ તૂટી જતાં તેણે સમદને આવું શા માટે તેં કર્યુ તેમ જણાવ્યું હતું. અસ્ફાકની મંગેતરને અસ્ફાક ગે તથા એમડી લેતો હોવાનું જણાવતાં સગાઇ તોડી નાંખી હતી. આ સગાઇ તોડવામાં સમદનો હાથ હોવાની વિગત અસ્ફાકને ખબર પડી જતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે સમદની હત્યા કરવાનું નક્કી કર્યુ હતું.

દરમિયાન અસ્ફાક બકરાં કાપવાનું ચપ્પુ લાવ્યો હતો. સમદે અસ્ફાકને ફોન કરીને મસાજ માટે બોલાવ્યો હતો. દરમિયાન સમદ જેવો અસ્ફાક સામે નગ્ન થયો ત્યારે તેણે ચાકુ વડે સમદનું શિશ્ન કાપી નાંખ્યું હતું. આ ઉપરાંત બાદમાં તેણે 38 ઘા મારી સમદના ટુકડા કરી નાંખ્યા હતા. જાનવરને કાપે એ રીતે જ સમદને કાપી નાંખતાં પોલીસને પણ થયેલી આ હત્યાથી અરેરાટી આવી ગઇ હતી. સમદ મોહમદ મસાજનું કામ કરતો હોવાની વિગત પોલીસને જાણવા મળી છે. દરમિયાન યુવાન દ્વારા રજૂ કરાયેલી ગે થિયરી પર મહિધરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top