સુરત: સુરતના (Surat) ડુમસના (Dumas) દરિયામાં (Sea) એક 17 વર્ષીય યુવતીનું દરિયામાં ડૂબી જવાથી મોત (Death) નિપજ્યું છે. સુરતમાં ડુમસના દરિયામાં પરિવાર સાથે ફરવા આવેલી 17 વર્ષીય યુવતી ડુમસના દરિયામાં ડૂબી ગઈ હતી. સ્થાનિક પોલીસ (Police) અને તરવૈયાઓએ (Swimmers) યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને બચાવી શકાય ન હતી. યુવતી તેના માતા પિતા સાથે ડુમસ ફરવા ગઈ હતી.
સુરતનો ફેમસ દરિયા કિનારો દિવસેને દિવસે જોખમી બનતો જાય છે. 17 વર્ષીય યુવતી તેના માતા પિતા સાથે ડુમસ ફરવા માટે ગઈ હતી. યુવતી દરિયામાં ન્હાવા માટે ગઈ હતી. પરંતુ પૂનમની ભરતીના કારણે તે પાણીમાં ખેંચાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવતીને બચાવવનાો પ્રયાસ કર્યો હતો. પણ તેને બચાવી શકાય ન હતી. પોલીસ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પૂણા વિશ્વકર્મા બીઆરટીએસ રૂટમાં રેલિંગ કુદીને જઈ રહેલા યુવકનું બસ અડફેટે મોત
સુરત: પૂણા વિસ્તારમાં વિશ્વકર્મા બીઆરટીએસ બસ સ્ટોપ પાસે બીઆરટીએસ રૂટનું રેલિંગ કુદીને જઈ રહેલા અજાણ્યાને બસ ચાલકે અડફેટે લીધો હતો. જેમાં અજાણ્યાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા મોત નીપજ્યું હતું. પૂણા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે આશરે 40 વર્ષીય અજાણ્યો દર્શન સોસયાટીની સામે વિશ્વકર્મા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ પાસે રેલિંગ કુદીને રસ્તો ક્રોસ કરતો હતો. દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી બી.આર.ટી.એસ.બસ (GJ-05-BX-1330) ના ચાલકે અજાણ્યાને અડફેટે લીધો હતો. યુવકને ટક્કર લાગતા લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો હતો. અકસ્માત બાદ બસનો ચાલક બસ મુકીને ભાગી ગયો હતો. રાહદારીઓની ભીડ એકત્ર થતા યુવકને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં 108 માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સ્મીમેરમાં પહોંચે તે પહેલા જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. પૂણા પોલીસે બસ કબજે કરી અકસ્માતનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
ડુમસ રોડ પર સાંજે ચાલતી કારમાં આગ લાગી
સુરત : ઉનાળામાં વાહનોમાં આગ લાગવાના બનાવો વધી જતા હોય છે. ત્યારે રવિવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ડુમસ રોડ ૫૨ ટીજીબી હોટલની સામેથી પસાર થઇ રહેલી ચીંતન ગાબાણીની કાર(જીજે-૦૫ જેપી-૧૩૦૦)માં આગ લાગી હતી. ફાયરના સુત્રોના જણાવ્યા અનુસાર શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગને કારણે કારનું એન્જિન અને વાયરિંગ બળીને ખાખ થયું હતું. ચાલુ કારમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતા જ ચીંતનભાઇ કાર ઉભી રાખીને બહાર નિકળી ગયા હતા. તેથી તેને કોઇ ઇજા થઈ નહોતી. જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઇ ગઈ હતી.