સુરત : કિશોરાવસ્થા અને બાળપણ હવે ક્યાં જઈ રહ્યું છે તેની ચિંતા ઉપજાવે તેનો બનાવ કતારગામ ખાતે પ્રકાશમાં આવ્યો છે. 17 વર્ષના કિશોરે સોસાયટીમાં રહેતી અને ઘરે રમવા આવતી 14 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. બાદમાં બળજબરી કિશોરી સાથે શરીર સંબંધ બાંધી સૃષ્ટિવિરુધ્ધનું કૃત્ય પણ કર્યું હતું. અને જો કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિશોરીએ આખરે માતાને વાત કરતા ઘટના સામે આવી અને કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
- કતારગામના ચીકુવાડી વિસ્તારની સોસાયટીની ઘટના
- કિશોરી સાથે પહેલા દુષ્કર્મ, સૃષ્ટિવિરુધ્ધનું કૃત્ય કરી મુખમૈથુન કરાવી જો કોઈને વાત કરી તો જાનથી મારવાની ધમકી આપી
- કિશોરીની માતા કઢંગી હાલતમાં જોઈ જતા મામલો બહાર આવ્યો
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના ચીકુવાડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 17 વર્ષીય કિશોરે તેના જ પાડોશમાં રહેતી માત્ર 14 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરી અવારનવાર તેના ઘરે ૨મવા માટે આવતી હતી. બે મહિના પહેલા કિશોરી ઘરે આવી ત્યારે કિશોરના ઘરમાં કોઈ નહોતું. ત્યારે એકલતાનો ગેરલાભ લઈને કિશોરે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી પાસે મુખમૈથુન કરાવી તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય પણ કર્યું હતું. અને આ વાતની કોઈને કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કિશોરીએ ગભરાઈને કોઈને વાત કરી નહોતી. દરમિયાન કિશોરે બે થી ત્રણ વાર કિશોરી ૫૨ દુષ્કર્મ આચર્યું હતું. આખરે કિશોરીએ ગઈકાલે તેની માતાને સઘળી હકીકત જણાવતા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
કિશોરીની માતા બંનેને પાંચ દિવસ પહેલા કઢંગી હાલતમાં જોઈ ગઈ
પાંચ દિવસ પહેલા કિશોરના ઘરે કોઈ નહોતુ ત્યારે કિશોરીને ઘરે મળવા બોલાવી હતી. અને બપોરે બંને કઢંગી હાલતમાં હતા ત્યારે કિશોરીની માતા ત્યાં પહોંચી ગઈ હતી. તેઓએ બંનેને જોઇ લેતા સાંજે કિશોરના પરિવારના સભ્યો આવ્યા ત્યારે તેઓની સાથે માથાકૂટ પણ થઇ હતી. આ ઘટના બાદ કિશોરીએ માતાને જણાવ્યું હતું કે કિશોર તેને મળવા બોલાવતો અને બળજબરી કરતો હતો.