વડોદરા: વાઘોડિયા તાલુકાના રવાલ ગામ પાસે આવેલી આર આર કેબલ કંપનીની સામે જીઈબીના સબ સ્ટેશનમાંથી 7.5 ફૂટનો અજગર જ્યારે કાયાવરોહણ સીમમાં આવેલ બાણેજ ગામ ખાતે ખેતર તરફ જવાના રસ્તે આવેલી કેનલામાંથી 10 ફૂટનો મળી કુલ બે અજગરનું પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલીએન્ટરો દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યા હતા. વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા વન્યજીવોને બચાવાની કમગીરી હાથધરવામાં આવી છે.છેલ્લા ત્રણ દિવસમાં બે મોટા અજગરનું રેસ્ક્યુ કરી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.પ્રથમ રેસ્ક્યુમાં વાઘોડિયા તાલુકામાં આવેલ રવાલ ગામ પાસેની કેબલ કંપનીની સામે જીઈબીના સબ સ્ટેશનમાં અજગર દેખા દેતા બનાવની જાણ પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના વડા રાજ ભાવસારને કરવામાં આવી હતી.
જેથી તેઓએ તુરંતજ સંસ્થાના વોલિએન્ટરોને સ્થળ પર મોકલ્યા હતા.જ્યાં તપાસ કરતા જીઇબીના સબ સ્ટેશનમાંથી સાડા સાત ફૂટનો અજગર નજરે પડ્યો હતો.જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા એક બનાવવામાં કાયાવરોહણની સીમમાં આવેલ બાણેજ ગામમાંથી સરપંચ મોનાબેન બારોટે ખેતરમાં જવાના રસ્તા પાસેથી એક નાની કેનાલ પસાર થાય છે.જેમાં એક મોટો અજગર પડી ગયો હોવાની જાણ પ્રાણીક્રુરતા નિવારણ સંસ્થાને કરી હતી.જેથી તુરંત સંસ્થાના વોલીએન્ટર સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સાવચેતીપૂર્વક કેનાલ માંથી 10 ફૂટના મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.