ગુજરાતમા આજે દિવસ દરમ્યાન શીત લહેરની અસર જોવા મળી હતી. જેમના પગલે બે ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે નલીયા અને વલસાડમાં ઠંડી વધીને 13 ડિગ્રીએ પહોચી જવા પામી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીની અસર વર્તાતી હતી. જેમાં શીત લહેરના કારણે દિવસ દરમ્યાન ઠંડી અનુભવાઈ હતી. કચ્છના નલીયામાં પણ બે ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ગાંધીનગરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ રહ્યો હતો.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, જો કે બીજી તરફ રાજયમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 19 ડિ.સે., નલિયામાં 13 ડિ.સે., અમરેલીમાં 18 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 19 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.