National

નવાબ મલિક હવે કંગના રાણાવત પર ભડક્યા, કહ્યું., અભિનેત્રીએ ભારે નશો કર્યો હતો

‘ભારતને આઝાદી ભીખમાં મળી હતી’ એવું નિવેદન કરનાર બોલિવુડની અભિનેત્રી (Bollywood Actress) કંગના રાણાવત (Kangana Ranaut) પર ચારેતરફથી ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case) બાદ છેલ્લાં દોઢ મહિનાથી સતત NCB અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Maharashtra Ex CM Devendra Fadanvis) પર આક્ષેપો કરનાર નવાબ મલિકે (Nawab Malik) અભિનેત્રી કંગના પર કટાક્ષ કર્યો છે. નવાબ મલિકે કહ્યું કે, બોલિવુડની અભિનેત્રીએ નિવેદન આપતા પહેલાં ભારે નશો કર્યો લાગે છે.

વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતી કંગના રાણાવતે બે દિવસ પહેલાં ખૂબ જ ચોંકાવનારું નિવેદન કર્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, આઝાદી 2014માં મળી હતી. કંગનાના આ નિવેદનના લીધે રાજકીય ખળભળાટ મચી ગયો છે. હજુ બે દિવસ પહેલાં જ કંગનાને આપવામાં આવેલો પદ્મશ્રી એવોર્ડ પરત લઈ લેવાની માંગ ઉઠી છે. આપ, એનસીપી સહિતના રાજકીય પક્ષના નેતાઓ કંગના પર કોમેન્ટ કરી રહ્યાં છે. બીજી તરફ ટ્વીટર પર પણ કંગનાની વિરુદ્ધ કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે. હવે NCP ના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે કંગનાના વાસ્તવિક આઝાદીના નિવેદન પર કટાક્ષ કર્યો છે.

Withdraw Kangana Ranaut's Padma Shri': Congress after actor's 'Independence  was bheek' remark | India News,The Indian Express

નવાબ મલિકે શુક્રવારે અભિનેત્રી કંગના રાણાવતના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, એવું લાગે છે કે બોલિવુડની અભિનેત્રીએ નિવેદન આપતી વખતે ભારે નશામાં હતી. આર્યન ખાન કેસમાં NCB ઓફિસર સમીર વાનખેડે પર હુમલો કરનાર નવાબ મલિકે કંગના રનૌતના નિવેદનની નિંદા કરતા કહ્યું કે, ‘2014માં ભારતને આઝાદી મળી હોવાના કંગના રનૌતના નિવેદનની અમે સખત નિંદા કરીએ છીએ. અભિનેત્રીએ સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું હતું. કેન્દ્રએ કંગના પાસેથી પદ્મશ્રી પરત લઈ તેની ધરપકડ કરવી જોઈએ. નવાબ મલિકની આ ટ્વીટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે વધુમાં કહ્યું હતું કે એવું લાગે છે કે 2014માં ભારતને આઝાદી મળી હોવાનું નિવેદન આપતા પહેલા કંગના રનૌતે મલાના ક્રીમ (હાશીશની એક ખાસ જાત, જે ફક્ત હિમાચલ પ્રદેશમાં જ ઉગે છે) નો ભારે નશો કર્યો હશે.

BJP MP Varun Gandhi slams Kangana Ranaut over 'we achieved real freedom in  2014' remark

કંગનાએ ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું અપમાન કર્યું: કોંગ્રેસનો આક્ષેપ

કંગના રનૌતના નિવેદનની દેશભરમાં નિંદા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ નિવેદનને ચોંકાવનારું અને ખેદજનક ગણાવ્યું હતું. તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કંગના રનૌત પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ કરી છે. આનંદ શર્માએ કહ્યું, કંગના રનૌતનું નિવેદન એ મહાન સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે જેમનું નેતૃત્વ મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ કરતા હતા. એટલું જ નહીં, તેમનું નિવેદન સરદાર ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ અને અન્ય ઘણા ક્રાંતિકારીઓના બલિદાનને પણ ઓછું કરે છે.

Kangana Ranaut Confirms Having Someone Special In Her Life; Says, "I See  Myself As A Mother Five Years Down The Line"

કંગનાના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો: 1947માં આઝાદી નહીં, ભીખ માંગીને, આઝાદી 2014માં મળી હતી

હકીકતમાં અભિનેત્રી કંગના રનૌતે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે ભારતને 1947માં આઝાદી નથી મળી, પરંતુ ભીખ માંગીને અને જે આઝાદી મળી તે 2014માં મળી. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી હતી. ભૂતકાળમાં વિવાદાસ્પદ નિવેદનો આપતી કંગના આ નિવેદનથી ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીએ મુંબઈ પોલીસને અરજી દાખલ કરીને કંગના સામે રાજદ્રોહ પૂર્ણ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ કેસ નોંધવાની માંગ કરી છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધી સહિત ઘણા રાજકારણીઓ, સોશિયલ મીડિયા યુઝર્સ અને અન્ય લોકોએ બુધવારે સાંજે એક ઇવેન્ટમાં અભિનેત્રીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે.

Most Popular

To Top