Gujarat

કેન્દ્રિય શિક્ષણમંત્રાલયની NEP મેરીટ સ્કીમની એડવાઈઝરીની “ઈફેક્ટીવ ગવર્નન્સ” સમિતીમાં જીટીયુના કુલપતિની પસંદગી

: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈમ્પ્રૂવમેન્ટ ઈન ટેક્નિકલ એજ્યુકેશ”(મેરીટ) સ્કિમ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મેરીટ સ્કીમના એડવાઈઝરી ગ્રુપની “ઈફેક્ટીવ ગવર્નન્સ”સમિતિમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠની સભ્યપદે પસંદગી કરાઈ છે.

7 સભ્યોની સમિતિમાં અધ્યક્ષ સ્થાને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના (જેએનયુ) કુલપતિ પ્રો. એમ. જગદેશકુમારની નિમણૂક કરાઈ છે. અન્ય સભ્યોમાં વીએનઆઈટી નાગપુરના પૂર્વ ડાયરેક્ટર પ્રો. નિશિકાંન્ત દેશપાંડ, આઈઆઈએમ નાગપુરના ડાયરેક્ટર પ્રો. ભીમરાયા મેત્રી, આઈઆઈટી રૂડ઼કીના પ્રો. પ્રવિન્દ્રકુમાર, આઈઆઈટી દિલ્હીના પ્રો. નોમેશ બોલિયા, એચબીટીઆઈ કાનપુરના કુલપતિ પ્રો. વિનય પાઠક સમિતિના સભ્યપદે સ્થાન પામ્યા છે. ગુજરાતમાંથી એકમાત્ર જીટીયુના કુલપતિની સમિતિમાં પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી માટે વિવિધ સ્તરે 6 જુદી- જુદી સમિતિની રચના કરવામાં આવેલી છે. દેશમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર -પ્રસાર માટે વર્લ્ડ બેંક દ્વારા 4400 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવેલી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને મેરીટ સ્કીમ અંતર્ગત પણ અનેક પ્રકારના કાર્યો કરવામાં આવશે. જેમાં ટેક્નિકલ શિક્ષણની ગુણવત્તા સુધારવી, નેક એક્રિડેશન સંબધીત માન્યતા મેળવવા માટે શૈક્ષણિક સંસ્થાઓના વિકાસલક્ષી સહાય વગેરે બાબતે આગામી દિવસોમાં આ સમિતિ દ્વારા દરેક સ્તરે સકારાત્મક પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top