વડોદરા: વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ફીના રૂ તળાવની સામે આવેલી તાનાજી પેન્ટ ની ગલી પાસે પીવાના પાણીની મુખ્ય ભૂમિકામાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું. વગર વરસાદે રોડ પર પાણી ભરાઇ ગયા હતા. પાલિકાના કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.વડોદરા શહેર માં મહાનગર પાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. શહેરના નાગરિકો છેલ્લા કેટલાક મહિનાઓથી દૂષિત ગંદુ અને જીવડા વાળું પાણી પી રહ્યા છે .
ત્યારે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ રોડ પર સિદ્ધનાથ તળાવ ની સામે આવેલ તાનાજી પેન્ટર ની ગલી પાસે પીવાના પાણીના મુખ્ય નાયિકા માં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું વગર વરસાદે રોડ પર પાણી ભરાઇ ગયા હતા રોડ પર પસાર થતા નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા. પાલિકા તંત્રના કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે હજારો ગેલન પીવાનું પાણી વેડફાઈ ગયું હતું. પાણી પુરવઠાના અધિકારીઓએ સ્થળ પર આવ્યા ન હતા અને કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરી ન હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં પીવાનુ ચોખ્ખુ પાણી કોર્પોરેશન દ્વારા પુરુ પડાતુ નથી. જયાં ત્યાં ગંદુ અને દૂષિત પાણી નળમાંથી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે આ રીતે લીકેજ લાઇનમાંથી હજારો લીટર પાણી રોડ પર વહી જાય તેની તંત્રને કોઇ જ પરવાહ નથી કે શુ?