SURAT

સુરતનું જમીન બજાર તેજીમાં, બે જ માસમાં 1000 કરોડના સોદા

સુરત: (Surat) નોટબંધી પછી સુરત શહેરના રીઅલ એસ્ટેટને (Real Estate) લાગેલી મંદીનું ગ્રહણ લગભગ દૂર થઇ ગયું છે. વિતેલા બે મહિનામાં વેસુ અને અલથાણ સહિત ભટાર વિસ્તારમાં જમીનોના (Land) એક હજાર કરોડથી વધુના સોદા થયા છે. સુરત શહેરના રીઅલ એસ્ટેટમાં આંખ મીચીને કૂદી પડેલા અલગ અલગ નાના મોટા ગૃપને લઇને ભારે મંદીનો માહોલ હતો. સુરતમાં સેકડો ફલેટ સહિત દુકાનો અને બીઝનેસ હબની પ્રોપર્ટી ખાલીખમ પડી રહી હતી. લાંબા સમય સુધી આ હાલતને પગલે સેંકડો બિલ્ડરોના (Builder) લોન એકાઉન્ટ એનપીએ થઇ ગયા હતાં.

  • વેસુ- અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં મોટામોટા સોદા થયા
  • ડાયમંડ બુર્સને કારણે જમીનોના ભાવ ઊંચકાયા
  • વેસુ ચાર રસ્તા ખાતેનો એક પ્લોટ 150 કરોડમાં વેચાયો હતો
  • ભીમરાડ વિસ્તારમાં 300થી વધુ કરોડના સોદા થયા હતા
  • આ વખતે બજારમાં સોદાઓની રીતરસમ અને શરતોમાં ઘણી છૂટછાટ અપાઇ રહી છે.

આ નિરાશાજનક માહોલ વચ્ચે સુરત શહેરના રીઅલ એસ્ટેટ માર્કેટને સુરત ડાયમંડ બુર્સને લઇને આશાનો સંચાર મળયો છે. જમીન બજાર સાથે સંકાળાયેલા લોકો સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુરતમાં હાલ વેસુ અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં ઘરાકી નીકળી છે. આ વિસ્તારમાં મોટી રકમના સોદા થયા છે. વેસુ ચાર રસ્તા ખાતેનો એક પ્લોટ 150 કરોડમાં વેચાયો હતો. તેવી જ રીતે ભીમરાડ વિસ્તારમાં 300થી વધુ કરોડના સોદા થયા હતા. આ ઉપરાંત વેસુ વીઆઇપી રોડ તેમજ કેનાલ રોડ ઉપર પણ 250 કરોડથી વધુ રકમના સોદા થયા છે. આ વિસ્તારમાં ધીરેધીરે બજાર ઊંચકાઇ રહ્યું છે. જોકે આ વખતે બજારમાં સોદાઓની રીતરસમ અને શરતોમાં ઘણી છૂટછાટ અપાઇ રહી છે.

25 ટકા રકમે દસ્તાવેજ કરવાની પેટર્ન
સુરત શહેરના રિઅલ એસ્ટેટ માર્કેટમાં તેજી સંચાર સાથે જમીનોના સોદાઓમાં નવી રીતરસમો આકાર લઇ રહી છે. નોટબંધી વખતે આરજા મારજાની પ્રથા શરુ થઇ હતી. હવે આરજા મારજા સાથે અમુક ટકા રકમ રોકડા તેમજ અમુક ટકા રકમનો માલ જમા આપવામાં આવે છે. તેવી જ રીતે હવે પચ્ચીસ ટકા રકમમાં ખેડૂતો સોદા કરી રહ્યાં છે. ખેડૂતો અને ડેવલપર જૂથ વચ્ચે કેળવાઇ રહેલા વિશ્વાસને જોતા આગામી દિવસોમાં સુરતના બજારમાં ધૂમ તેજી આવે તો નવાઇ નહીં.

Most Popular

To Top