Dakshin Gujarat

ભરૂચ સબજેલમાં આજીવન કેદની સજા કાપતા પાંચ કેદી દિવાળીમાં પેરોલમુક્ત

રાજ્યની જેલોમાં સજા ભોગવતા બંદીવાન સ્ત્રી કેદીઓ અને પુરુષ કેદીઓ દિવાળી તહેવાર દરમિયાન પોતાના પરિવાર સાથે રહી ખુશાલી મનાવી શકે એ માટે 60 વર્ષ કરતાં વધુ વયના સજાવાળા કેદીઓને દિન-15 માટે 2 જી ઓક્ટોબરથી છોડવા માટે ઠરાવ સરકારના ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા કરાયો છે.

આ બાબતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભરૂચ જિલ્લા જેલ તરફથી મોકલાવેલા સજાની વિગતોને ધ્યાને લઈ ફુલ સજાવાળા કેદીઓ 60 વર્ષ કરતાં વધુ વયના હોય તેમને દિન-15 માટે પેરોલ મંજૂર કરતાં અભેસીંગ ગોપાલ વસાવા, બાલુ રાણીયા વસાવા, ઇકબાલ અબ્દુલ સામીયા મલેક, ભાઈલાલ ગોપાલ વસાવા તેમજ રસીદ મહમદભાઇ મલ્લુને ભરૂચ જિલ્લા જેલ ખાતેથી દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવા માટે જેલમુક્ત કરવામાં આવેલા તેમજ આ પ્રસંગે જેલ અધિક્ષક આઇ.વી.ચૌધરી તેમજ સિનિયર જેલર એસ.જે.સભાડે કેદીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. તમામ કેદીઓએ પણ તેમને દિવાળી તહેવારની રજા મળતાં ગુજરાત સરકારનો અને કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top