Charchapatra

ભારતની સફળ નેતાગીરીનું પરિણામ

તમે એવું ન વિચારો કે દેશ તમને શું આપે છે, પરંતુ તમે એ વિચારો કે તમે દેશને શું આપી શકો છો? હું દેશને શું આપી શકું છું અથવા શું આપી રહ્યો છું તેવો વિચાર કરતાં મને ખ્યાલ આવ્યો કે પગથી લઇને માથા સુધી જીવન જરૂરિયાતની હું જે પણ ચીજવસ્તુનો ઉપયોગ કરું છું તે તમામ વસ્તુઓ ઉપર હું સરકારને ટેક્સ ચૂકવું છું. પગના બુટ ચંપ્પલ કે ટેલકમ પાઉડર હોય, શેમ્પુ હોય, સાબુ હોય કે વાહનો હોય, આવી કે જીવન વપરાશની અન્ય કોઇ પણ વસ્તુ હોય,  આવી તમામ વસ્તુઓ પર ટેક્સ લાગેલો હોય છે અને બાળક જન્મે છે ત્યારથી જ તેને જરૂર પડતી દૂધનો પાઉડર હોય કે ગ્રાઇપ વોટર કે બાળકોના સાબુ આવી તમામ વસ્તુઓ પર પણ ટેક્સ્ લાગેલો હોય છે એટલે કે બાળક  જન્મતાં જ અને કમાયા વગર  જ ટેક્સ ભરતો થઈ જાય છે. નાના બાળકથી માંડીને તમામ નાગરિકો આવી રીતે દેશને ટેકસ ચુકવે છે અને તેથી જ દેશની જીએસટીની આવક ૧૩૦ લાખ કરોડને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ .જીએસટીના દાયરામાં નથી એટલે તેની આવક અલગથી ગણવી. આમ ભારતના તમામ નાગરિકો દેશને  ભરપૂર ટેક્સ આપે છે અને તેથી જ ભારત દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે અને આજે  દુનિયાના દેશોમાં ભારતની નોંધ લેવાય છે.  આ ભારતની સફળ નેતાગીરીનું પરિણામ છે. 
સુરત     – વિજય તુઈવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top