દેખાવકારો પર પોલીસ લાઠીચાર્જ અને ગોળીબારના બનાવો વિશ્વના અનેક દેશોમાન છાશવારે બનતા રહે છે. ભારત પણ તેમાં અપવાદ નથી. પરંતુ તેમના પર જાણીબૂઝીને મોટર કાર ચલાવીને કચડી નાખવાનો કિસ્સો ભારત જેવા દેશમાં જ બની શકે. આ હિચકારા કૃત્યમાં આશિષ મિશ્રા સંડોવાયેલ છે કે કેમ તે હવે વ્યાયિક તપસનો વિષય છે. આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રા કેન્દ્રમાન રાજય ગૃહમંત્રી હોવાથી તેમને ચાલુ રહેવા બાબત દેશભરમાં વિરોધ થયો છે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે આ બાબતે સ્વચ્છ ન્યાય થવાના હેતુથી અજય મિશ્રાને પ્રધાન મંડળમાંથી બરતફ કરવા રાષ્ટ્રપિતને રૂબરૂ મળી માંગ કરી છે.
ઉપરાંત તેમની સામે કેટલાક ફોજદારી કેસો ચાલુ હોવાનું પણ કારણ અપાયું છે. દલીલ એ ખોટી નથી કે તેમની સામે ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી કેન્દ્રિય પ્રધાન મંડળમાંથી તેમને રાજીનામુ આપવા કહી શકાય નહીં. તાર્કિક રીતે આ દલીલ સાચી જણાતી હોવા છતાં ન્યાયિક રીતે ટકી શકે તેવી આ દલીલ નથી. કારણ કે તેઓ કેન્દ્રિય પ્રધાન મંડળમાં ઉચ્ચ હોદ્દા પર હોવાથી પોલીસ તપાસ પ્રભાવિત કરી શકવાની સ્થિતિમાં છે. બનાવના 6 દિવસ બાદ તેની ધરપકડ થઇ તે જ બતાવે છે કે પોલીસ તપાસમાં વિલંબ થયો છે. બનાવના બે દિવસ પૂર્વે જ તેમણે દેખાવકારોને જોઇ લેવાની ધમકી આપેલ હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ મુદ્દે પણ તેમને તગેડી મુકવા જોઇએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.