National

કૈલાશ માનસરોવર કારમાં બેસી આરામથી જઈ શકાશે, સરકાર બનાવી રહી છે અહીં પાક્કો રસ્તો…

હિન્દુઓના પવિત્ર તીર્થધામ કૈલાશ માનસરોવર (Kailash Mansarovar) જવા માટે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ચીનમાં (China) આવેલા આ તીર્થસ્થાન પર જવા માટે અનેક મંજૂરીઓ લેવી પડે છે. ચીનમાં પ્રવેશ્યા બાદ લાંબું અંતર પગપાળા કાપવું પડે છે, પરંતુ હવે ભારત સરકાર એવું કામ કરી રહી છે, જેના લીધે ભારતીય હિન્દુ યાત્રીઓ (Hindu) તેમના પવિત્ર કૈલાશ માનસરોવર તીર્થધામ જવા માટે વધુ તકલીફ વેઠવી નહીં પડે. કારમાં બેસીને તેઓ માનસરોવરના દર્શને જઈ શકશે.

કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે (Ajay Bhatt) કહ્યું કે, ભારતના હિન્દુ તીર્થયાત્રીઓ ટૂંક સમયમાં કાર દ્વારા કૈલાશ-માનસરોવરની મુલાકાત લઈ શકશે. કારણ કે, કેન્દ્ર દ્વારા ઘાટિયાબગરથી લિપુલેખ (Lipulekh Road) સુધીના સરહદી માર્ગને પાક્કા માર્ગમાં અપગ્રેડ કરવા માટે 60 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

કૈલાશ માનસરોવર રોડ નિર્માણ અંગે ભારત નેપાળ વચ્ચે વિવાદ, કહ્યું વાતચીતથી  આવશે ઉકેલ | India News in Gujarati

રવિવારે પિથોરાગઢ જિલ્લાના ઉચ્ચ-ઉંચાઈવાળા ગુંજી ગામમાં ધાર્મિક ઉત્સવના સમાપન સમારોહમાં જાહેરાત કરતા ભટ્ટે કહ્યું કે, પાક્કો રોડ માત્ર સંરક્ષણ કર્મચારીઓને સરહદી ચોકીઓ પર ઝડપથી પહોંચવામાં મદદ કરશે નહીં પણ પ્રવાસીઓને એક સ્થાન બીજા સ્થાન સુધી પહોંચવામાં પણ મદદ કરશે.

ગુંજી એ પિથોરાગઢમાં ધારચુલા ખીણમાં 10,000 ફૂટની ઊંચાઈએ કૈલાશ-માનસરોવરના માર્ગ પર આવેલું સરહદી ગામ છે.
તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં આ વિસ્તાર સરહદ પર્યટન માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવશે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત-ચીન સરહદ પર રોડ નેટવર્ક સ્થાનિકોને તેમના ગામડાઓમાં હોમસ્ટે અને અન્ય પ્રવાસન-સંબંધિત વ્યવસાયો ચલાવવા માટે મદદ કરશે.

મંત્રીએ મુશ્કેલ વિસ્તારોમાં રોડ નેટવર્ક નાખવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (બીઆરઓ)ની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, બીઆરઓએ લદ્દાખમાં 19,300 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓમ લિંગલા ખાતે બૉર્ડર રોડ બનાવ્યો છે.

Most Popular

To Top