Top News

દંભની પરાકાષ્ઠા: હવામાન પર ચર્ચા કરવા દુનિયાભરના નેતાઓ 400 ખાનગી વિમાન લઈ ને ગ્લાસગો પહોંચ્યા, હવામાં પ્રદૂષણ ફેલાવવા બદલ થઈ ટીકા…

બ્રિટનના (Briten) ગ્લાસગો શહેરમાં હવામાન (Weather change) પરિવર્તનની ચર્ચા કરવા માટે પરિષદ ચાલી રહી છે અને આ પરિષદમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી અનેક નેતાઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આવ્યા છે જેમાંના ઘણા પોતાના ખાનગી વિમાનોમાં આવ્યા છે અને તેમના વિમાનોને કારણે જ ખાસ્સું પ્રદૂષણ સર્જાઇ ગયું હોવાનો અંદાજ છે.

  • કોપ૨૬ પરિષદ માટે આવેલા વીઆઇપીઓના ૪૦૦ ખાનગી વિમાનોનો ગ્લાસગોમાં ખડકલો થઇ ગયો! : વિમાનો પાર્ક કરવાની જગ્યા નહીં રહેતા કેટલાક વિમાનોએ ૩૦ માઇલ દૂર પાર્કિંગ માટે જવું પડ્યું

ગ્લાસગોમાં યોજાયેલ સીઓપી૨૬ (COP 26) નામની આ સમિટમાં ભાગ લેવા આવનારા વીઆઇપીઓના ૪૦૦ જેટલા ખાનગી વિમાનોનો જમાવડો અહીં થઇ ગયો હતો અને વિમાનોને પાર્ક કરવા માટે જગ્યા નહીં રહેતા કેટલાક વિમાનોએ તો ૩૦ માઇલ દૂર સુધી પાર્કિંગ માટે જવું પડ્યું હતું. કોપ ૨૬ પરિષદમાં ભાગ લેવા માટે આવનારા મહાનુભાવોના એક પછી એક ખાનગી વિમાનો ગ્લાસગો અને એડિનબર્ગમાં આવી રહ્યા હતા. આ ખાનગી વિમાનોમાં જેફ બેઝોસના મોંઘાદાટ ગલ્ફ સ્ટ્રીમ વિમાનનો પણ સમાવેશ થતો હતો.

હવામાન સમિટ માટે આવેલા મહાનુભાવોના વિમાનોની ઉડાઉડથી વ્યાપક પ્રદૂષણ!

મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ તથા સંખ્યાબંધ શાહી મહાનુભાવો પણ ખાનગી વિમાનોમાં (Private Jet) આવ્યા હતા. રમૂજી વાત તો એ છે કે પોતાને પર્યાવરણની હામી ગણાવતી ગ્રીન કંપનીઓ કે સંસ્થાઓના ડઝનબંધ સીઇઓ (CEO) પણ ખાનગી વિમાનોમાં આવ્યા હતા. વિશ્વના અગ્રણી ધનવાનો પોતાના ખાનગી જેટ વિમાનોમાં જ મુસાફરી કરવા ટેવાયેલા છે. જે રૂટ પર કોમર્શિયલ ફ્લાઇટો ઉડે છે તે રૂટ પર પણ તેઓ આવા મુસાફર વિમાનમાં જવાના બદલે પોતાના ખાનગી વિમાનમાં જાય છે અને પછી પર્યાવરણ રક્ષાની વાતો કરે છે. વળી, ખાનગી વિમાનો ઉપરાંત મહાનુભાવોના મોટર કાફલાઓથી પણ ગ્લાસગોમાં ખાસ્સુ પ્રદૂષણ થયું હોવાનો અંદાજ છે જ્યાંથી વિશ્વને કાર્બન ઉત્સર્જન નિયંત્રણનો સંદેશ અપાઇ રહ્યો છે.

ટોપ 5માં ભારતના બે શહેરોનો સમાવેશ, પ્રથમ સ્થાને દિલ્હી અને ચોથું કલકત્તા

યુએસ એર ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા વાયુ પ્રદૂષણના ડેટા અનુસાર, ભારતનું દિલ્હી રાજ્ય આ યાદીમાં પ્રથમ સ્થાને છે. જ્યારે, કિર્ગિસ્તાનનું બિશ્કેક ત્રીજા સ્થાને છે. આ સૂચિમાં પાકિસ્તાનનું લાહોર શહેર વિશ્વના સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા ટોચના પાંચ શહેરોમાં બીજા ક્રમે છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, લાહોરમાં પાર્ટિક્યુલેટ મેટર (પીએમ) રેટિંગ 188 નોંધાયું હતું. જે હવાની ગુણવત્તાની ‘અસ્વસ્થ’ શ્રેણી છે. યુનાઈટેડ સ્ટેટ્સ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 50 કરતા ઓછો હોય ત્યારે હવાની ગુણવત્તાને સંતોષકારક માને છે. દેશના પર્યાવરણ નિષ્ણાતોએ પ્રદૂષણ માટે પાક બાળવા ઉપરાંત પરિવહન ક્ષેત્ર અને ઉદ્યોગોને જવાબદાર ઠેરવ્યા છે. આ સૂચિ અનુસાર, ભારતનું કોલકાતા ચોથું સૌથી પ્રદૂષિત શહેર છે અને ચીનનું બીજિંગ પાંચમું સૌથી પ્રદૂષિત શહેર છે.
આ આંકડાઓ વાયુ પ્રદૂષણના આધારે સમયાંતરે બદલાતા રહે છે.

Most Popular

To Top