આજે કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકારનું મન એકદમ ખુલ્લું છે. ગઈકાલે રાત્રે ખુદ ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી પણ આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યોને મળ્યા હતાં. તેમણે પણ આ મામલો ઉકેલવાની ખાતરી આપી છે.
વાઘાણીએ કહ્યું હતું કે, રાજય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓનો પગારનો પ્રશ્ન ઉકેલવા માટે સરકારનું મન ખુલ્લુ છે. સરકાર દ્વારા એક કમિટી પણ રચવામાં આવી છે. પોલીસ કર્મચારીના કિસ્સામાં જો કોઇ સરકારી ધારા ધોરણો હોય તે મુજબ મળવાપાત્ર લાભ આપવા સરકાર તૈયાર છે. અલબત્ત આપણે એ પણ યાદ રાખવુ જોઈએ, કે રાજયની કાયદો વ્યવસ્થા તથા પ્રજાના પ્રજાના જાનમાલના ભોગ આંદોલન કરવું જોઇએ નહીં. સરકાર આ મુદ્દે પોઝિટિવ વિચારણા કરી રહી છે.
સરકાર ખુલ્લા મનથી પોલીસ કર્મીઓની ગ્રેડ પેની માંગણી ઉકેલવા તૈયાર : જીતુ વાઘાણી
By
Posted on