Madhya Gujarat

વેજલપુરની પરિણીતાને પિયરમાંથી રોકડ રકમ લાવવા માટે દબાણ

કાલોલ : વેજલપુરની ફરહાના અયુબ પાડવા નામની પરણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત જાન્યુઆરી માસમાં જ્ઞાતિના રિવાજ મુજબ તેના લગ્ન વેજલપુરના નાના પટેલવાડા ખાતે રહેતા ઈલ્યાસ હુસેન નાના સાથે થયા હતા લગ્ન બાદ સોના ચાંદીના દાગીના કપડા લતા લઈ પરિણીતા પોતાના પતિના ઘરે સાસુ-સસરા અને નણંદ સાથે રહેતી હતી. લગ્નજીવનના શરૂઆતના એક માસ બાદ પતિ ઇલ્યાસ હુસૈન દ્વારા દહેજની માગણી કરી 15 લાખ રૂપિયા તારા બાપા ના ઘરેથી લઈ આવ મારે વેજલપુર મહેલોલ ચોકડી ઉપર દુકાન  લેવાની છે અને બીજો ધંધો શરૂ કરવાનો છે કેમ કહી વારંવાર પૈસાની માગણી કરી અને પરણિતાને ગડદા પાટુ નો માર મારી શારીરિક-માનસિક ત્રાસ આપેલો પરણિતાના સાસુ-સસરા પણ તને કંઈ કામકાજ આવડતું નથી એમ કહી તેઓની હોટલ ના ગંદા વાસણો અને હોટલની ગંદકી સાફ કરાવતા હતા અને તારો બાપ ભિખારી છે તને લાવી ને હું પસ્તાયો તને કશું કામ કરતા આવડતું નથી.

એમ કહી સાસુ-સસરા અને નણંદ પણ પરણિતા વિરુદ્ધ તેના પતિની ચડામણી કરતા હતા આ ઉપરાંત ઘણી વખતે ખાવાનું પણ આપતા ન હતા. ઘણી વખત ઘરમાંથી માંથી કાઢી મુકેલી પરંતુ પોતાનો ઘરસંસાર બગડે નહીં તે હેતુથી તે પોતાની સાસરીમાં પરત ફરતી હતી આજથી ૨૦ દિવસ અગાઉ પરણિતા સખત બીમાર પડી હતી અને તેના પતિને દવાખાને લઈ જવા માટે જણાવતા પતિએ ગુસ્સો કરીને તારા બાપા ના ઘરે જતી રહે તેમ કહી પહેરેલા કપડે કાઢી મુકેલ અને તારા બાપા ના ઘરેથી રૂપિયા નહીં લાવે તો તને સળગાવી દઈશ તેવી ધમકી આપેલી ઉપરોક્ત તમામ વિગતો એ પરિણીતા ફરહાના અયુબ પાડવા દ્વારા ગોધરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ નોંધાવતા  શારીરિક-માનસિક ત્રાસ સહિત દહેજ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી પતિ સાસુ-સસરા અને નણંદ સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top