આમ તો સવાલ ફકત એક દિવસનો જ છે. દશેરાના દિવસે આપણા સુરતમાં જ ચાર કરોડથી પણ વધુ રૂપિયાનાં ફાફડા અને જલેબીની મિજબાની થઇ ગઇ એની સામે એજ દિવસે બસે કરોડ રૂપિયાની વાહનની ખરીદી 800 જેટલી કાર અને 50000 જેટલી બાઇકનું વેચાણ થયું. બોલો કયાં છે મોંઘવારી. વળી ભારત જેવા ભૂખમરો વેઠતા દેશમાં નવરાત્રી દરેક માતાનાં મંદિરોમાં છપ્પન ભોગનો (પેલા પુજારીઓ માટે જ તો) અન્નકુટ માતાની મૂર્તિ સામે ચઢાવી પૂણ્ય કમાયાનો સંતોષ કોના માટે. વળી આપણા જ રાજયનાં પાટનગર ગાંધીનગરનાં ગામ રૂપાલમાં દશેરાનાં આગલા દિવસે વરદાયિની માતાનાં રથ ઉપર લાખો કીલો શુદ્ધ ઘીનો અભિષેક.
‘રે અંધશ્રધ્ધા’ તુ હજુ પણ જીવે છે. બસ આટલુ ઓછું હોય તેમ સુરતનો પોતાનો કહી શકાય તેવો ઉત્સવ નહીં પણ ‘મહોત્સવ’ સમો ચંદની પડવો તે દિવસે પણ દશથી બાર કરોડ રૂપિયાની ‘ટનબંધી’ ઘારી અને સુરતી ભૂસુ આપણા મનમૌજી જેવા સુરતીલાલા ઝાપટી જશે. બોલો આમાં તમને મોંઘવારી દેખાય છે ખરી? તેમાં વળી પેલા તદ્દન નવરા જ બેઠલા (કોંગ્રેસીઓ) લોકો ફકત અને ફકત પોતાનો ફોટો પેપરમાં આવે એટલા માટે જ મોંઘવારી સામે થોડા કલાક માટે જ જાહેરમાં ઘરણા ઉપર બેસી દેખાવ પુરતી પોલીસ પકડી જાય. પોલીસ વાનમાં ચઢતી વખતે ફોટો પડી જાય એટલે વાર્તા પુરી. પણ એ નથી સમજાતું કે એ પલ્બીક હૈ સબ જાનતી હૈ યે પબ્લીક હે. બોલો મેરા દેશ (સુરત) મહાન…. અસ્તુ
સુરત – કીકુભાઇ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.