Vadodara

યુનિ.નું કથિત ભરતી કૌભાંડ, સિન્ડિકેટ બેઠક તોફાની બની

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીના કેટલાક સિન્ડિકેટ સભ્યોએ  વર્ષ 2019થી 2021 દરમિયાન કરાયેલ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં સગાવાદ અને વ્હાલા દવલાની નીતિ અપનાવીને સિન્ડિકેટ સભ્યો  હસમુખ વાઘેલા, ડો દિલીપ કટારીયા અને ચેતન સોમાણી દ્વારા વાઇસ ચાન્સેલર અને  સિન્ડિકેટ સભ્યોએ કૌભાંડ આચર્યું હોવાનું જણાવીને  5 મુદ્દાઓ લેખિત જાણકારી માંગવામાં આવી હતી અને શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે યોજવામાં આવેલ સિન્ડિકેટ બેઠક તોફાની બની હતી અને બંને જૂથો દ્વારા  સામ સામે આક્ષેપો કર્યા હતા.

એમ એસ.યુનિ.માં કરેલ ભરતીમાં વીસી અને કેટલાક સીંડીકેટ સભ્યોએ કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો ચર્ચાસ્પદ બન્યા છે.  યુનિ.ના સિન્ડિકેટ સભ્યોમાં કથિત ભરતી કૌભાંડ મામલે બે જૂથ  પડી ગયા હોવાથી સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારનું જૂથ વીસીની તરફદારી કરીને  થયેલ ભરતી યોગ્ય રીતે અને યુનિ.ના નિયમોને આધીન થઈ હોવાનું જણાવી રહ્યા છે જ્યારે ડો. દિલીપ કટારીયા અને હસમુખ વાઘેલા સહિતના સભ્યોના જૂથ દ્વારા  બે વર્ષમાં થયેલ ભરતી મામલે 5 મુદ્દાની લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી છે. સોમવારે યોજાયેલી સિન્ડિકેટ બેઠક પૂર્વે હસમુખ વાઘેલા, ડો દિલીપ કટારીયા ,  અને ચેતન સોમાણીએ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. કે . એમ. ચુડાસમાની મુલાકાત લઈને સિન્ડિકેટ બેઠક નું લાઈવ રેકોર્ડિંગ કરવા તેમજ મીડિયાને કવરેજ કરવાની પરવાનગી આપવા રજુઆત કરવામાં આવી હતી.

બે વર્ષ દરમિયાન કરવામાં આવેલ  ભરતીઅંગે ઉઠાવેલા 5 વિવિધ મુદાઓ અંગે  લેખિત સ્પષ્ટતાઓ માંગી હતી. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 3 સિન્ડિકેટ અને 10 સેનેટ સભ્યો સહિત 13 સભ્યોએ વિવિધ ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાથી યુનિવર્સિટી સત્તાધીશો પાસેથી ભરતી અંગેના વિવિધ 5 મુદ્દાઓની માહિતી માંગી હતી. માહિતી માંગનાર સિન્ડિકેટ સભ્યોએ આક્ષેપ કર્યો કે બેઠકમાં તેમને બોલવા ન દેવાયા તેમનો અવાજ દબાવી દેવાયો અને બહુમતીના જોરે તાનાશાહી કરી કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. ભરતી કૌભાંડ અંગે સિન્ડિકેટ સભ્યોએ માંગેલી માહિતી ન આપવાનો નિર્ણય લેવાયો હતો.

Most Popular

To Top