વડોદરા : ક્લીન વડોદરા નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ શહેર પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં શહેરના વધુ 4 પપોલીસ મથકો દ્વારા દરોડા પાડી ગાંજાનું વેચાણ કરતા રીક્ષા ચાલક સહિત ચારને ઝડપી પાડી તેઓની પાસેથી નશાયુક્ત ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તમામ દરડામાં સ્થાનિક પોલીસે 4 લોકોને ઝડપી પાડી નશાયુક્ત ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસે 1ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ તમામ વિરુદ્ધ એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે શહેરના યુવાધનમાંથી ડ્રગ્સની લત દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કરતા છેલ્લા ત્રણ દિવસથી શહેરના તમામ પોલીસ મથકોના સ્ટાફ દ્વારા તેઓના વિસ્તારમાં માદક દ્રવ્યો અને નશાયુક્ત ગાંજાના જથ્થોનું વેચાણ અને સેવન કરતા લોકોને શોધવા માટે ઝુંબેશ શરૂ કરી છે.
આ ઝુંબેશ હેઠળ આજે વધુ 4 સાથેલીથી 4 ડ્રગ્સ કેરિયરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પ્રથમ દરોડામાં મકરપુરા પોલીસે જશોદાકોલોની ત્રણ રસ્તા પાસેથી નશાયુક્ત ગાંજાના જથ્થા સાથે રવિ ઉર્ફે મહેફૂલ રાજુભાઈ માળી (રહે. માળી મોહલ્લો, મકરપુરાગામ)ને તેના ઘર પાસેથી ઝડપી પાડી ટેબી પાસેથી ગાંજાની 24.54 ગ્રામની પડીકી તેમજ એક મોબાઈલ ફોન સહિત રૂ. 1195ની મતા કબ્જે કરી હતી. તેણે ગાંજાની પડીકી સોમાતળાવ પાસે હનુમાન ટેકરી પર રહેતા ધનસુખ ઉર્ફે મૂછાળા મગ્ન પ્રજાપતિ પાસેથી લાવ્યાની કબૂલાત કરતા પોલીસે ધનસુખને વોન્ટેડ જાહેર કર્યો છે.
બીજા દરોડામાં માંજલપુર પોલીસે અટલાદરા કલાલી બ્રિજથી વડસર બ્રિજ તરફ ઓટોરિક્ષામાં ગાંજાની પડીકીઓનું વેચાણ કરવા માટે નીકળેલા રીક્ષા ચાલક હમીદસા ઉર્ફે સાકીર મહેમૂદશા સૈયદ (રહે. કેવડાબાદ, મુસ્લિમ મહોલ્લો)ને વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 278.6 ગ્રામ નશાયુક્ત ગાંજાનો જથ્થો તેમજ નાણાંની ચુકવણી માટે ક્યુઆર કોડની સુવિધાવાળા બે મોબાઈલ ડોન અને રીક્ષા સહિત રૂ. 71,000થી વધુની મતા કબ્જે કરી હતી. હમીદસાને ગંજનો જથ્થો જાંબુવાના ઇસ્માઇલ શેખે આપ્યો હોઈ પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. અગાઉ હમીદસા ચોરી અને રાયોટિંગના ગુનામાં પણ સંડોવેયેલો હોવાની વિગતો સપાટી પર આવી હતી.
ત્રીજા દરોડામાં પાણીગેટ પોલીસે મકરપુરા પોલીસ મથકમાં વોન્ટેડ હનુમાન ટેકરી ખાતે જોંગનીમાતાના મંદિર પાસે રહેતો ધનસુખ મગન પ્રજાપતિને ઝડપી પાડી તેની પાસેથી 66.5 ગ્રામ નશાયુક્ત ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. જયારે ચોથા દરોડામાં કારેલીબાગ પોલીસે નવીધરતી ગોલવાડમાં વિધાનંદચોક મંદિર પાસે ખુલ્લી જગ્યામાં નશાયુક્ત ગાંજાનું વેચાણ કરતા જેઠા પરમાનંદ માન્ગતાણીને 50.9 ગરમ ગાંજા સાથે ઝડપી પાડી તેની પાસેથી નશાયુક્ત ગાંજાનો જથ્થો આ એ ફોન સહિત 2 હજારની મતા કબ્જે કરી હતી. તમામ દરડામાં સ્થાનિક પોલીસે 4 લોકોને ઝડપી પાડી નશાયુક્ત ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસે 1ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસે તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.