દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પકડ મજબુત બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વલસાડ, નવસારીમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતમાં વધુ 15 કેસ સાથે રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં વલસાડમાં સૌથી વધુ 6, નવસારીમાં 4, સુરત ગ્રામ્યમાં 3, સુરત મનપામાં 2, જ્યારે અમદાવાદ મનપામાં 4, કચ્છ, રાજકોટ મનપામાં 2-2, ભાવનગર, જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 165 થઈ છે. 06 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 159 દર્દીઓ સ્ટેબલ છે. તો વળી, કોરોનાના આજે 16 દર્દીઓ સાજા થયા છે. આમ સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 8,16,126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં શુક્રવારે 18-45 વર્ષ સુધીના 52,665 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,78,116ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 18,407 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 70,037ને બીજો ડોઝ, જ્યારે 05 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,798ને બીજો ડોઝ મળી કુલ 3,21,028 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,83,21,998 વ્યક્તિને રસી આપવામાં આવી છે.