આપણો દેશ એ તહેવારોનો દેશ છે. હાલમાં આપણા દેશમાં તહેવારો ચાલી રહ્યા છે. દરેક તહેવારો આપણને પ્રભુભક્તિ સાથે સ્વચ્છતા, પ્રેમ, કરુણા, સત્ય, વિવેક વગેરે જેવી બાબતો વિશે કંઈક ને કંઈક બોધ આપતા રહે છે અને આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી સમાજમાં પ્રગતિશીલ અને સકારાત્મક પરિવર્તન આવે છે. હમણાં થોડા દિવસો પહેલા જ આપણી કહેવત છે ને કે “જીવ દયા એ જ પ્રભુ સેવા” ને લગતા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા. હૈદરાબાદના પશુ અધિકાર કાર્યકર્તાઓએ ૧૩૦ કિલોમીટરની યાત્રા કરીને ૬૦ ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલી ગાયને બચાવી. ગયા સપ્તાહે પણ આ જ ટીમે ૭૦ કિલોમીટર મુસાફરી કરીને એક કૂતરાને બચાવ્યો હતો. જે ૨૦ દિવસથી એક ખેતરમાં કુવામાં ફસાયેલો હતો. આવો જ દયાભાવ પુણેના નિગડી રહેવાસીઓએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ના ડકટમાં ફસાયેલી ચીલને બચાવીને બતાવ્યો. આમ જ્યારે સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, ત્યારે દરેકના હૃદયમાં દયાભાવ અને પ્રેમભાવ જન્મે છે. જે થકી જ આવા સેવાભાવી કામો થાય છે. એવું લખનારનું માનવું છે.
સુરત – સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તહેવારો અને સકારાત્મક ઊર્જા
By
Posted on