Charchapatra

ઇન્સાન હે, ઇન્સાન બનૉ

તાજેતરમાં સુરત અખીલ હિંદ મહિલા પરિષદે સુંદર વકતૃત્વ સ્પર્ધા યોજી. વિષય હતો છૂટાછેડા લીધેલ મા-બાપના બાળકોની પરિસ્થિતિ. હાથી કો કહના નહિ પડતા તું હાથી બન, કુત્તે કો કહના નહિ પડતા તું વફાદાર બન, ઘોડે કો કહના નહિ પડતા તું જાતવાન બન, લેકિન ઇન્સાન કો કહના પડતા તું ઇન્સાન હે ઇન્સાન બન. કોર્ટમાં મા-બાપને તો છૂટાછેડા મળી ગયા. આ દંપતીને પાંચ વર્ષની અંદર ઉમર ધરાવતી બાળકી અને સાત વર્ષની ઉપરનો દીકરો. નિયમ મુજબ પાંચ વર્ષની અંદર બાળક માતાને મળે, 7 વર્ષથી ઉપરનું બાળક પિતા પાસે જાય. ભાઇ બહેનની હાલત નીહાળો. જજમેંટ આવ્યા પછી દીકરી, દીકરો વિખૂટા પડયા. અત્યંત આક્રંદ, ભાઇ બહેન એકબીજાના હાથ ખેંચે, સાથે જ રહેવા મથામણ. દ્રશ્ય જોઇ ઉપસ્થિત જનસમુદાય હિબકે ચઢયો અને જજ સાહેબ ટેબલ ખુરશી છોડી બીજા રૂમમાં જતા રહ્યા.
સુરત              – કુમુદભાઇ બક્ષી  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top