Vadodara

160ના બદલે 110 સીટી બસ દોડાવવા બદલ વિનાયક એજન્સીને 4 લાખનો દંડ

       વડોદરા: વડોદરા શહેરમાં બસની સેવા પૂરી પાડતી વિનાયક એજન્સી દ્વારા શરત ભંગ કરી ઓછી બસો દોડાવતા પાલિકાએ એજન્સીને રૂ, 4 લાખના દંડ ફટકાર્યો છે. રૂટ પર ઓછી બસો મુકતા નાગરિકોને સુવિધા ન મળતાં નાગરિકોને હાલાકી પદતા પાલિકાએ એક્શનમાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે વિનાયક સીટી બસ એજન્સીને દંડ ફટકાર્યો હતો. કોરોના કાળ દરમ્યાન વડોદરા શહેરમાં સિટી બસ સેવા પૂરી પાડતી વિનાયક એજન્સી સરકારના નિયમ મુજબ બસો રૂટ પર ઓછી ધરાવતી હતી રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપ્યા બાદ વિનાયક સિટી બસ એજન્સીએ વડોદરા શહેરના રૂટો પર બસ ઓછી મુકતા નાગરિકો સુવિધાથી વંચિત રહી જતા હતા નાગરિકોને બસની સુવિધા મળતી ન હતી.

બસ સેવા પૂરી પાડતી એજન્સી અને કોર્પોરેશન વચ્ચે શહેરમાં 160 બસોની સુવિધા પૂરી પાડવાનો કરાર થયેલો છે. પરંતુ, હાલમાં 110 બસો ચાલે છે. વિનાયક સીટી બસ એજન્સી દ્વારા મહાનગર પાલિકામાં બસોનું બિલ મૂકવામાં આવ્યું હતું. જેમાં બિલોની અંદર ચકાસણી કરવામાં આવી હતી અને અમુક રૂટો પર પબ્લિકે સુવિધા ઓછી મળી હતી ટેન્ડરની શરતોનો ભંગ કરવામાં આવ્યું હતું તેને લઈને મહાનગર પાલિકાનું તંત્ર એક્શન માં આવ્યું હતું.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ડેપ્યુટી કમિશનર અલ્પેશ મજમુદારે વિનાયક શહેરી બસ સેવાના સંચાલકને રૂપિયા ૪ લાખ નો દંડ ફટકાર્યો હતો. વાસ્તવમાં જીપીએસનું મોનિટરીંગ કોર્પોરેશનમાં સિટી કમાન્ડ કંટ્રોલમાં છે. કોર્પોરેશને મોટા ઉપાડે આઇટીએમએસની વાત કરી હતી. 200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. પરંતુ, માત્ર 75 બસોમાં સિસ્ટમ લાગેલી છે, તે પણ એક્ટિવ નથી. પાલિકા તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય લઈને સીટી બસ એજન્સી પર લાલ આંખ કરી હતી.

Most Popular

To Top