Vadodara

હવાલાકાંડ માસ્ટર માઇન્ડ સલાઉદ્દીન અને ઉમરગૌમતને 7 દિવસના રિમાન્ડ

          વડોદરા: દેશભરમાં વટાવવૃત્તિ અને હવાલાકાંડના માસ્ટરમાઇન્ડ કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને 7 દિવસના રિમાન્ડનો હુકમ રાત્રે એક વાગે અદાલતમાં થયો હતો.  દિવાળીપુરા કોર્ટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખતે આરોપીને હાજર કરવા અને રિમાન્ડ અંગે 10 કલાક સુધી કાનૂની દાવપેચ ચાલ્યા હતા. વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં દેશદ્રોહી પ્રવૃત્તિના ગોરખધંધા આચરતો સલાઉદ્દીન શેખે 5 વર્ષમાં વિદેશથી 60 કરોડનું ફંડ એકઠું કરી ચૂક્યોછે.

જે સત્કાર્યમાં વાપરવાના નાણા ભેજાબાજે સલાઉદ્દીને દેશભરમાં વટાવવૃત્તિ કરતા સંગઠનો અને સંસ્થાઓ સાથે મેળાપીપણામાં ઉપયોગ કર્યો હતો. સલાઉદ્દીનનું સીધુ કનેક્શન ઉત્તરપ્રદેશનના લખનૌ ખાતે મૌલવી ઉમર ગૌમત સાથે મળ્યું હતું. યુપીની એટીએસે કૌભાંડના માસ્ટરમાઇન્ડ ઉમરગૌતમ અ્ને સલાઉદ્દીન શેખનો કબજો વડોદરા કોર્ટને સોંપ્યો હતો. સીટની ટીમ કબજો મેળવવા અરજ ગુજારતા જ આરોપીઓના ધારાશાસ્ત્રીએ સખત વાંધો ઉઠાવ્યો હતો. અનેક કાનૂની કસ્ટડીમાં લીધા બાદ સીટ અધ્યક્ષને રિમાન્ડ અરજી મૂકવાનો આદેશ આપ્યો હતો.

બંને દેશદ્રોહી આરોપીઓનો કબજો મેળવવા એડીચોટીનું જોર સીટની ટીમે લગાવી દીધુ હતું અને રાત્રે 9 વાગે રિમાન્ડ અરજી તૈયાર કીને ન્યાયાધીશ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વિરોધી ગેરકાનૂની કૃત્યો કરતા બંને આરોપીઓના ધારાશાસ્ત્રીઓ પણ બચાવ અર્થે કાયદાકીય કલમો ટાંકીને જોરશોરથી વિરોધ કર્યો હતો. આશરે બેથી ત્રણ કલાક સુધી આક્ષેપ પ્રતિ આક્ષેપનો અવિરત મારો ચાલતો રહ્યો હતો. પરંતુ સીટની ટીમ અને સરકારી વકીલે પણ આરોપીઓનો કબજો મેળવવા કાયદાકીય દલીલોનો મારો ચલાવ્યો હતો. આખરે બાર વાગે બંને પક્ષોની દલીલોનું સમાપન થયા બાદ ન્યાયાધશે 1 વાગે ઓર્ડર કર્યો હતો. જેમાં બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીટની કસ્ટડીમાં સોંપ્યા હતા.

આફમી ટ્રસ્ટની આડમાં ગરીબ- હિંદુ પરિવારોને આર્થિક લાભ, અનાજ, રોજગાર અપાવાની લાલચ અપાતી

ગરીબ અને હિંદુ પરિવારોને આર્થિક લાભ, અનાજ, રોજગાર આપવાની લાલચ, પ્રલોભનો આપીને કટ્ટરવાદી તત્ત્વો વિદેશોમાં વિશાળ નેટવર્ક ઊભુ કરીને કરોડોનું ફંડ એકત્ર કર્યું હતું. જે પૈકીના કેટલાક નાણાં હવાલાકાંડ મારફતે પણ મંગાવાતા હતા. ફન્ડિંગનો ઉપયોગ વટાવવૃત્તિ, મસ્જિદોના સમારકામ, દેશદ્રોહી કૃત્યો કરતા તત્ત્વોને તમામ પ્રકારનું કવચ પુરુ પાડવું, તદઉપરાંત અગણિત ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં આડકતરી તમામ મદદ કરવા ટ્રસ્ટની ઓપ લેવાની હતી.

આજે અબ્દુલ્લા ફેફડાવાલા હાજર થશે કે નહીં?

યુકેમાં આવેલા મુસ્લિમ ટ્રસ્ટ મજલીસ એ અલ-ફલાહનું નામ પણ હવાલાકાંડમાં બહાર આવ્યું હતું. આફમી ચેરીટેબલ ટ્રસ્ટને 60 કરોડનું ફંડ આ ટ્રસ્ટના ટ્રસ્ટી અબ્દુલ્લા ફેફડાવાલા (મૂળ નબીપુરા, ભરૂચ ) દુબઇ સહિતના મુસ્લિમ દેશોમાંથી એકઠુ કરીને મોકલાવ્યું હતું. ભેજાબાજ અબ્દુલ્લાની સીધી સંડોવણી હોવાની શંકાના પગલે સીટે તા.18મીએ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. આવતીકાલે અબ્દુલ્લા હાજર થશે કે નહીં. થશે તો અનેક ખુલાસા થવાની શક્યતા છે.

અનેક મોટા માથાની કૌભાંડમાં સંડોવણીનો ઘટસ્ફોટ થશે?

પદ, પ્રતિષ્ઠા અને વગની આડમાં બંને માસ્ટર માઈન્ડ આરોપીઓની રિમાન્ડ દરમિયાનની પૂછતાછમાં દેશદ્રોહી પ્રવૃત્તિના અનેક ઘટસ્ફોટ થવાના ભણકારા વાગી રહ્યા છે. આતંકી જેવા કૃત્યો આચરાયાની પણ સીટ શંકા સેવી રહી છે. તેમજ ગુનામાં અનેક મોટા માથા, રાજકીય આગેવાનો સહિતની સંડોવણીની શંકા સેવાઈ રહી છે. બંનેના કનેકશન દેશભરના ઈસ્લામી સંગઠનો સાથે પણ ગાઢ હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top