આજકાલ મોટેભાગના કુટુંબો, ત્રણ પેઢીઓ એટલે કે બાળ યુવા, વડીલ વૃધ્ધ પેઢીઓની જીવનશૈલી જોઇ રહ્યા છીએ. આ ત્રણેય પેઢીઓના આચાર-વિચાર-આહાર અને વિહારમા ભિનનતા રહે છે. બાળપેઢી બાનળકો – વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ ઇતર પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. Online અભ્યાસ પ્રવૃત્તિને કારણે Mobile મીડીયા સાથે જોડાયેલા રહે છે. તેની પાસે જૂની રમતો રમવાનો સમય નથી. આથી તે બાળપણ ઝડપથી ગુમાવી રહ્યો છે. પરંતુ વડીલો/વૃધ્ધોઅે સમય કાઢી બાળપેઢીને ભારતીય સંસ્કૃતિને વિષયક પરિબળ જેવા કે નિત્ય પ્રાર્થના, વડીલ, વૃધ્ધને આદર-સન્માન તથા કૌટુંબિક એકતા જાળવવા જરૂર પ્રોત્સાહિત કરવા જોઇએ.
જે હિંદુ સંસ્કૃતિને ઉજાગર ઉજ્જવળ રાખવા અતિ આવશ્યક ગણાશે. યુવાપેઢી : તેમના નોકરી/વ્યસાયમાં Busy રહેતી હોવાથી અને વધુ ધન-સંપત્તિ મેળવવાની દોડમાં હંમેશા જીવનમા વ્યસ્ત બની જાય છે. જે સ્વાભાવિક છે. પરંતુ આ પેઢીએ Family Firstને અગ્રિમતા આપી આગળ વધવાની વૃત્તિ રાખવી જોઇએ. ઘરના વડીલો વૃધ્ધોની યોગ્ય કાળજી લઇ તેમના નિજી આર્શિવાદના હકદાર બનવું જોઇએ. તમે જે પણ સમૃધ્ધીનાં શિખર પર છો તેનો પાયો તો માતા-પિતા જ હોય છે.
વૃધ્ધપેઢી : આજની અદ્યતન મેડીકલ Treatment અને તે પણ (24×7) ઉપલબ્ધતાને કારણે વ્યક્તિની આયુષ્ય રેખા પણ લગભગ 70 થી 75 વર્ષ સુધી થઇ છે તે સુખદ કહી શકાય છે. પરંતુ આવી વરિષ્ઠવયે સ્વભાવમાં એડજસ્ટમેન્ટ સરળતા તથા કૌટુંબિક એકતા જળવાય રહે તે માટે વરિષ્ઠ વ્યક્તિએ ચાલશે ભાવશે અને ગમશેની જાતિ રાખે તો પોતે તથા કુટુંબીજનો પણ આનંદિત રહી શકે.
સુરત – દિપક બંકુલાલ દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.