Charchapatra

લોકલ ટ્રેનમાં બેઠેલી વ્યકિતના ટાઈમની કિંમત નથી

સુરતમાં હવે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ થઈ ગયેલ છે તે સુરત માટે ગર્વની વાત છે, પરંતુ સુરત સ્ટેશનની ઉપર રોજબરોજની ગાડીઓની અવરજવર રહે છે તેમાં લોકલ ટ્રેનની હાલ કિંમત જ નથી. નામથી લોકલ એટલે એવું કે સુપર ફાસ્ટ ટ્રેન સુરતથી નવસારી ૨૦ જ મીનીટમાં પહોંચાડે તો લોકલ ટ્રેનથી લગભગ ૨ ક્લાક થાય એ માનવામાં નથી આવતું, પણ આવું જ થાય છે. લોકલ ટ્રેનમાં બેઠેલા વ્યક્તિઓ લગભગ રોજે રોજ નોકરી કરવા માટે સુરત અપડાઉન કરતા હોય છે. તેઓને ફકત લોકલ ટ્રેનની જ ચોઈસ હોય છે કેમકે નોકરીના સમય અનુસાર ટ્રેન પકડવી પડે છે તો લગભગ ઘણા કર્મચારીઓ આ ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. તેઓ બિચારા ફકત સુરતથી નવસારી ૨ કલાકે પહોંચે છે. આ યોગ્ય નથી જણાતું. ૨૦ મીનીટનો રૂટ ૨-૨ કલાક મોડી પડે એ ઘણું કહેવાય.

દરેક સ્ટેશનને તેમને સાઈડ ઉપર નાંખી દેવામાં આવે છે. ગુડસ (માલ) ગાડીની વેલ્યુ પણ લોકલ ટ્રેનથી વધારે લાગે છે કેમકે આવી ગાડીને માટે પણ લોકલ ટ્રેનને સાઈડ પર નાંખવામાં આવે છે તો શું? બુલેટ ટ્રેનનો વિચાર કરવાવાળાં શહેરોમાં લોકલ ટ્રેનમાં મુસાફરીના સમયની કિંમત જ નથી. અપડાઉન કરવાવાળી વ્યકિતઓ સવારથી નીકળેલી હોય અને રાત્રે સૌથી મોડા પહોંચે છે તે ફકત આ લોકલ ટ્રેનને કારણે જ. લોકલ ટ્રેનને પણ સમયસર પહોંચાડવા માટેની વ્યવસ્થા જલ્દીથી કરો.
સુરત     – કલ્પના વૈદ્ય-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top