Gujarat

નવી સરકારમાં પીએ પીએસની નિમણૂંકમાં પણ નો રિપીટ થીયરી, નવી 60 નિમણૂક

ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખી રૂપાણી સરકારને બદલી નાંખીને નો રિપીટ થીયરી લાવીને જૂની કેબિનેટના એક પણ મંત્રીને સમાવાયા નહોતા. તેવી જ રીતે નવી દાદાની સરકારમાં પણ નવા મંત્રીઓની નિમણૂંકમાં નો રિપીટ થીયરી અપનાવામાં આવી છે. ખાસ કરીને જૂની રૂપાણી સરકાર સાથે સંકળાયેલા એક પણ પીએ – પીએસને નિમણૂંક અપાઈ નથી.

પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ હાઈકમાન્ડની સૂચનાથી નો રિપીટ થીયરી લાવ્યા છે. હજુ ગઈકાલે જ તેમણે હિમતનગરમાં એવી જાહેરાત કરી છે કે ઓછામાં ઓછા 100 જેટલા નવા ચહેરાઓને સ્થાન અપાશે. જૂના ધારાસભ્યોએ ટિકીટ માટે મારી સમક્ષ રજૂઆત લઈને આવવુ નહીં. આ બધું ઉપરથી નક્કી થાય છે.

જો કે કમલમના સીધા માર્ગદર્શન હેઠળ દાદાની સરકારમાં પણ નવા મંત્રીઓને જે પીએ – પીએસ ફાળવવામાં આવ્યા છે. તેમાં પણ નો રિપીટ થીયરી અપનાવવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ 60 જેટલા પીએ – પીએસની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. હવે વિભાગો સાથે જુદા જુદા વિભાગના મંત્રીઓની કામગીરી શરૂ થસે.

જેના પગલે સરકારના નિર્ણયો ગતિ પકડશે.
હજુ ગઈકાલે જ દાદાની સરકાર દ્વારા 11 જેટલા ચીફ ઈજનેર કક્ષાના અધિકારીઓની આંતરીક બદલીના આદેશ કરાયા છે. આ ઉપરાંત જે વર્ષોથી સતત કોન્ટ્રાકટ આધારિત નિમણૂક મેળવી રહયા છે, તેવા બે અધિકારીઓને પાણી પુરવઠા – જદળ સંપત્તિ કલ્પસર વિભાગમાંથી રૂખસદ આપી દેવાઈ છે.

આગામી નજીકના દિવસોમાં સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્તિ પછી સતત કોન્ટ્રાકટ આધારિત નિમણૂકો મેળવી રહેલા અધિકારીઓને પણ રવાના કરાય તેવી સંભાવના છે. તેમના સ્થાને નવી પેઢી તૈયાર કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.રાજય સરકારના પ્રવકત્તા જીતુ વાઘાણી કહ્યું હતું કે રાજય સરકાર સમસ સમય પર નિવૃત્ત અધિકારીઓના મામલે નિર્ણય લેવાશે.

Most Popular

To Top