ચાલવાના ઘણા ફાયદા છે એની મને ખબર છે પણ મળસ્કે વહેલા ઉઠીને વાંચવું કે ચાલવું એનો વિકલ્પ હોય તો સાહિત્યનો જીવ હોવાથી હું વાંચવાનુ પસંદ કરૂ.આમ છતાં વાંચવા લખવાનો મૂડ ન હોયતો તો નજીકના ગાર્ડનમા લટાર મારી આવું. એવામાં મિત્રનો ફોન આવ્યો કે અહીં જ્યોતીન્દ્ર દવે ગાર્ડન મા દર માસે પહેલા રવિવારે સવારે અમે પુસ્તક પરબ કરીએ છીએ. આ વળી શું હશે? એવા આશયથી હું ગયો(એ બહાને ચાલવાનું પણથશે).
ત્યાં ચાલવાના વોકવે પાસેની પાળી પર સાહિત્ય ના તમામ સ્વરૂપ ના એક સરખા ગોઠવેલા પુસ્તકો અને સામયિક જોઇ મને બે હદ ખુશીથઇ. અહીં બાગમાં આવનાર કોઈ પણ વ્યક્તિ એક માસ માટે વિના મુલ્યે મનગમતા બે પુસ્તકો લઇ જઇ શકે છે. એક તરફ લોકોનો સોશિયલ મીડિયા તેમ જ ફાસ્ટ લાઇફમાં વ્યસ્ત હોવાના કારણે વાંચન શોખ ઘટતો જાયછે.પુસ્તકો વાંચનારો વર્ગ ઓછો હોવાથી, પ્રકાશીત નકલો ઘટતાં મારા સહિત ઘણા લોકો ઉંચી કિંમત વાંચી ને જ પુસ્તક બાજુ પર મૂકી દે છે. આવા સંજોગોમાં આ પુસ્તક પરબ વાંચન ક્ષેત્રે નવી દિશા ચિંધનારી બની રહેશે એટલું જ નહિ શહેરના અન્ય વિસ્તારો સુધી પણ એનો વ્યાપ વધશે એમા બે મત નથી.
સુરત – પ્રભાકર ધોળકીયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.