બીલીમોરા : તહેવારો નજીક આવતા જ દમણથી ગુજરાતમાં દારૂની (alcohol Enter In Gujarat by Sea Route) હેરફેર વધી જતી હોય છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસથી બચીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી બૂટલેગર-ખેપિયાઓએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. બોટમાં ભરીને વિદેશી દારૂની બોટલ ગુજરાતમાં ઠાલવવામાં આવી રહી છે. પોલીસે બે ખેપિયાને ધોલાઈ બંદરેથી પકડી પાડ્યા છે. તેઓ બોટમાં દારૂ લાવી રહ્યાં હતાં.
ધોલાઈ બંદરે બોટમાં વિદેશી દારૂ બોટલ સાથે બે ખેપિયાની પોલીસે ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર ધોલાઈ બંદરે બોટમાં (કોટિયા) વિદેશી દારૂ નીનાની મોટી વ્હીસ્કીની 576 બોટલ કિ.રૂ.71,520, બોટ અને ફોન સહિત કુલ રૂ. 1,70,520 ના મુદ્દામાલ સાથે બે ખેપિયાની પોલીસે ધરપકડ કરી હતી. દરિયાઇ માર્ગે કેટલાક લોકો બોટમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇને મરીન તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. પોલીસ ખાનગી બોટમાં વોચમાં હતી. તે દરમ્યાન કોટીયું મળી આવતા અક્ષયભાઇ અમ્રતભાઇ ટંડેલ, (ઉ30), ભાવેશભાઇ રામજીભાઇ ટંડેલ (ઉ27) (બંને રહે. ધોલાઇ, હનુમાન ફળિયા તા.ગણદેવી જી.નવસારી)ની ધરપકડ કરાઈ હતી. જ્યારે તેમના સાગરીત કિરણભાઇ જયંતીભાઇ ટંડેલ (રહે- ધોલાઇ હનુમાન ફળિયા તા.ગણદેવી જી.નવસારી), ધર્મેશભાઇ રામજીભાઇ ટંડેલ (રહે- ધોલાઇ હનુમાન ફળિયા જુની જેટી પાસે તા.ગણદેવી જી.નવસારી)ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ટીન બીયરનો તથા નાની મોટી વ્હીસ્કીની કુલ બોટલ નંગ 576 જેની કિ.રૂ.71,520 તથા એક નાની બોટ (કોટીયુ) જેની કિ.રૂ.આ.85 હજાર તથા એક મોબાઈલ કિ.રૂ-14 હજાર મળી કુલ્લે કિ.રૂ 1,70,520 નો પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી તેમજ બીજા બે સહ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ પો.કો પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ફરીયાદ આપતા ધોલાઇ મરીન વધુ તપાસ કરી રહી છે.