રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 15 કેસ સાથે કુલ 24 નવા કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાથી તાપી જિલ્લામાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યમાં મૃત્યુઆંક 10,086 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા વધીને 182 થઈ છે, જેમાંથી 5 વેન્ટિલેટર પર અને 177 દર્દીઓ સ્ટેબલ છે. તો વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં નવા કેસમાં સુરત મનપામાં 7, વલસાડમાં 5, અમદાવાદ મનપામાં 5, ભાવનગર, નવસારીમાં 2-2, જ્યારે વડોદરા મનપા, મહેસાણા, સુરત ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે 12 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,519ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 30,189ને પ્રથમ ડોઝ અને 84,394ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 97,092ને પ્રથમ અને 1,93,648ને બીજો મળી આજે કુલ 4,09,494 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,41,68,289 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.