National

ટી-20 વર્લ્ડકપ પહેલાં હાર્દિક પંડ્યા વિશે આવ્યા મોટા સમાચાર, સિલેક્ટર્સની ચિંતા વધી

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ભારતીય ટીમના ઓપનર વાઈસ કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વિશે ચોંકાવનારી માહિતી આપી છે. રોહિતે કહ્યું કે, આ ઓલરાઉન્ડર ખેલાડીની સ્થિતિ સારી નથી. તે નજીકના દિવસોમાં બોલિંગ કરી શકે તેવી કોઈ શક્યતા નથી.

અહીં હાર્દિક પંડ્યાની વાત થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યા (Hardik Pandya) વિશે કોચ મહેલા જયવર્દનેએ (Mahela Jaywardne) આપેલા નિવેદનને નકારી કાઢ્યું છે. જયવર્દનેએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં બોલિંગ કરશે. પરંતુ હવે રોહિત શર્માએ કહ્યું કે, હાર્દિક ફરી બોલિંગ કરવાની નજીક પણ નથી. સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યા વિશે ફેન્સ દ્વારા પૂછાતા સવાલના જવાબ રોહિત શર્માએ આપ્યા છે. રોહિતના નિવેદન બાદ હવે T-20 વર્લ્ડકપમાં હાર્દિકની ભૂમિકા અંગે BCCI ના સિલેક્ટર્સે વિચારવું પડશે.

T-20 વર્લ્ડકપ (T-20 Worldcup) શરૂ થવા આડે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હાર્દિક પંડ્યા વિશે રોહિત શર્માના નિવેદને સૌ કોઈને ચોંકાવી દીધા છે. નોંધનીય છે કે, પીઠની સર્જરી કરાવ્યા બાદ છેલ્લાં દોઢ વર્ષથી હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નથી. બેટિંગમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. આઈપીએલમાં હાર્દિક પંડ્યાએ બોલને હાથ પણ અડાડ્યો નથી.

શુક્રવારે IPL ની મેચ બાદ રોહિત શર્માએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, BCCI ની મેડીકલ ટીમ હાર્દિકની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જ્યાં સુધી બોલિંગની વાત છે હાર્દિકે હજુ સુધી બોલને સ્પર્શ પણ કર્યો નથી. આવી સ્થિતિમાં ફિઝીયો, ટ્રેનર્સ અને મેડીકલ ટીમ તેની બોલિંગ પર કામ કરી રહી છે. હું અત્યાર સુધી જે જાણું છું તે એ છે કે હાર્દિકે એક પણ બોલ ફેંક્યો નથી. પરંતુ અમે એક સમયે એક મેચ વિશે વિચારવા અને તેની ઈજામાં સુધારો જોવા માંગીએ છીએ.

રોહિતે મેચ બાદ કહ્યું કે હાર્દિકે આજે પણ બોલિંગ નથી કરી, પરંતુ તે દરેક પસાર થતા દિવસ સાથે સારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તે આગામી સપ્તાહની આસપાસ બોલિંગ કરી શકે છે, પરંતુ માત્ર ડોકટરો અને ફિઝિયો જ તેના વિશે કંઇ પણ કહી શકશે. રોહિતે એમ પણ કહ્યું કે હાર્દિક આ IPL માં તેના બેટિંગ પ્રદર્શનથી ખુશ નથી. પંડ્યાએ 12 મેચની 11 ઇનિંગ્સમાં 14.11 ની સરેરાશ અને 113.39 ની સ્ટ્રાઇક રેટથી 127 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 40 છે. રોહિતના ખુલાસા બાદ હાર્દિક વિશે સવાલો ઉભા થયા છે. કરોડો ચાહકોના દેશમાં, BCCI ની જવાબદારી બને છે. વર્લ્ડ કપ એક મોટી જવાબદારી છે અને તે દ્વિપક્ષીય શ્રેણી નથી. આવી સ્થિતિમાં, અમે ચાહકો વતી BCCI માટે તે 4 પ્રશ્નો લાવ્યા છીએ, જેના જવાબો મળવા બંધાયેલા છે.

Most Popular

To Top