Vadodara

રૂ.100 લખેલી કેક કાપી શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ભાવ વધારાનો વિરોધ

વડોદરા : વડોદરા શહેરમાં રોજ બરોજ પેટ્રોલનો ભાવ વધારતા હતા અને આજે 100 રૂ ની ઐતીહાસિક સપાટી વટાવી ત્યારે વડોદરા શહેર કૉંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકર, પ્રભારી અમર ઢોમસે,વોર્ડ પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ, જાવેદ ધુપેલવાળા, રાહીલ સોલંકીની આગેવાનીમાં 100 રૂ.લખેલી કેક કાપી પોસ્ટર અને બેનરો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જ્યારે વાડી પોલીસે આંદોલન કરી રહેલા અમિત ઘોટીકર, અમર ઢોમસે અને તીર્થ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકર, પ્રભારી અમર ઢોમસે, વોર્ડ પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ તેમજ જાવેદ ધુપેલવાલા, રાહિલ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ રૂપિયા 100 લખેલી કેક કાપી પોસ્ટરો બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને સરકાર વિરૂઘ્ધ સૂત્રોરચાર કર્યા હતા.આ દરમિયાન આંદોલન કરી રહેલા કોંગ્રેસના અગ્રણીઓની વાડી પોલીસે ધરપકડ કરી હતી.આ અંગે કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકરે જણાવ્યું હતું કે ઐતિહાસિક પેટ્રોલનો  100 રૂપિયા ભાવ થતા ભાવ વધારા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દરેક જનતાને તકલીફ છે.પરંતુ જનતા બોલી શકતી નથી. આજે મોંઘવારીના દોરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તે દરેકે દરેક ગૃહિણીને તમામ ધંધા-રોજગારને તકલીફ પડે છે.પરંતુ આ સરકારના કાન ખબર નહીં કે શાનાથી પુરાયેલા છે કે દેખી નથી શકતી સાંભળી નથી શકતી.જોવા જઈએ તો 100 રૂપિયાના પેટ્રોલ પર 68 રૂપિયા તો પોતે ટેક્ષ ઉઘરાવે છે.માત્ર 32 રૂપિયાનું પેટ્રોલ 100 રૂપિયા માં વેચે છે.આ સરકારની નીતિ જ છે કે જ્યારે જ્યારે પબ્લિક સહન કરતી હોય તો તેને દબાવવામાં આવે છે.પરંતુ પબ્લિક જાગી ગઈ છે.રસ્તા પર આવી ગઈ છે. સો રૂપિયા નો કેક એટલા માટે આપવામાં આવ્યો છે કે તમારું મોઢું હંમેશા મીઠું રહે છે.

પણ જનતા નો સ્વાદ કડવો થઈ ગયો છે.પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.દરેકે દરેક જનતા આંતર વિરોધ કરી રહી છે.આવનારા દિવસોમાં જ્યારે જ્યારે તમે વોટ માંગવા જશો.ત્યારે જનતા પૂછશે કે સો રૂપિયાના પેટ્રોલમાં તમારું કેટલું અને ટેક્સ કેટલો.ત્યારે તમારી જવાબદારી હશે કે તેને સાચી હકીકત જણાવવી. છેલ્લા સાત વર્ષમાં 50 વખત પેટ્રોલનો ભાવ વધારી ચૂક્યા છે.અને છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઇલ સતત ઘટતું આવી રહ્યું હોવા છતાં 75 ડોલર ક્રૂડ ઓઇલ હોવા છતાં આજે 100 રૂપિયા પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે. જ્યારે કોંગ્રેસની સરકારમાં આ પહેલા 142 ડોલર ક્રૂડ ઓઈલ ગયું હતું.ત્યારે 75 ઉપર ગયા ન હતા.માત્ર લૂંટવા માટે આ સરકાર બેઠી છે.

Most Popular

To Top