જગતમાં એવા માણસો છે કે જેમને અજ્ઞાનને લીધે વસ્તુને પારખતાં આવડતું નથી. એવા માણસોના હાથમાં સારી વસ્તુ જઇ પડે તો તેની કોડીની પણ કિંમત થતી નથી. જેઓ ચંદનના લાકડાને ઓળખતા ન હોય, તેમની પાસે એ લાકડું આવે તો તે બાળવાના લાકડાના સસ્તા ભાવે તેને વેચી નાખે. અજ્ઞાની લોકોના હાથમાં હીરામોતી આવે તો તે કાંકરાને ભાવે વેચાય. તેવી જ રીતે માણસનું છે. જેમને માણસના ગુણની કિંમત ન હોય તેમની સાથે સારા માણસે ન રહેવું જોઇએ. ઘણાં માણસોને બુધ્ધિશાળી માણસનું મૂલ્ય પારખતાં આવડતું નથી અને કેટલાક જાણી જોઇને અવગણના કરે છે. આવા માણસો સાથે રહેવાનો કોઇ અર્થ નથી. ત્યાં રહેવાથી સારા માણસની કિંમત ઘટે છે. આથી માણસે પોતાનું કાર્યક્ષેત્ર પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઇએ કે પોતે જયાં વસવાનો છે ત્યાં તેના કાર્યની કિંમત થશે કે નહિ.
બામણિયા – મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મૂલ્ય જ ન થતું હોય તો ત્યાં શું કામ રહેવું?
By
Posted on