Vadodara

રસ્તા પર ઢોર છુટા મૂકનાર ત્રણ ગોપાલકો સામે ફરિયાદ નોંધાઈ

વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના ત્રણ વિસ્તારમાંથી 4 ઢોરને કબ્જે લઇ ડબ્બામાં પુરી દીધા હતા. જયારે ઢોરને બિનવારસી હાલતમાં છોડનાર  ગોપાલક સામે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પડે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ  સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા.

બપોરે  4 વાગ્યે માંજલપુર  વિસ્તારમા આવેલ વડસર બ્રિજ પાસેથી રખડતા 1પશુને પાર્ટીએ પકડીને લાલ બાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ ઢોર  ભરતભાઈ રાધુભાઈ ભરવાડ (રહે, ખોડિયારનગર, વડસર)ના હતા. જેથી  તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ માંજલપુર  પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ મકરપુરા વિસ્તારમાં આવેલ પ્રતાપનગર રેલવે ક્રોસિંગ પાસેથી રખડતા 2 પશુને પકડીને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. ત્યારે જાહેરમાં પશુઓને છુટ્ટા મૂકી દેનાર ગોપાલક ભાવેશ બાબરભાઈ રબારી  (રહે, રબારી ફળિયું, દંતેશ્વર) વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. તેમજ ઢોર ડબ્બા પાર્ટીએ માંડવી એમ જી રોડ  પાસેથી જાહેરમાં રખડતી 1 ગાયને પકડીને ડબ્બામાં પુરી દીધી  હતી. તેમજ જાહેરમાં પશુઓને ગાયને છૂટી મૂકી દેનાર ગોપાલક શંકરભાઇ મહિજીભાઈ રબારી (રહે, રંગમહાલ )વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top