Charchapatra

તીર્થધામો: પિકનીક-પોઇન્ટ નથી

આપણા દેશમાં અનેક દેવાલય, શિવાલય, તીર્થધામો, યાત્રાધામો આવેલાં છે અને તેની શ્રધ્ધા આસ્થાપૂર્વક દર્શન કરવા જોઇએ. પરંતુ આજની યુવા પેઢી તો તીર્થધામોને પણ પીકનીક હોય તેમ સમજે છે. શિર્ડી કે સાંઇબાબા, તિરૂપતિ બાલાજી, બાબા અમરનાથ, વૈષ્ણોદેવી,ગુજરાતનું જલારામ બાપુનું મંદિર, શકિતપીઠ અંબાજી, ડાકોર, પાવાગઢ, માઉન્ટ આબુ આ બધા સ્થળે યાત્રિકોની ભીડ રહે છે. પરંતુ તીર્થધામોનો મલાજો પણ જળવાતો નથી. કેટલાંક યાત્રિકો તીર્થધામોમાં હોટલમાં રોકાઈને મદિરાપાન કરતા હોય છે. રંગરેલિયાં મનાવતાં હોય છે. માંસાહારનું સેવન કરતા હોય છે તે ઉચિત નથી. અલબત્ત દમણ-ગોવા, દીવ એ પર્યટક સ્થળો છે. ત્યાં મિજબાની મનાવો કે મૌજ-મઝા કરો તે અલગ વાત છે. પરંતુ પવિત્ર તીર્થધામોને અપવિત્ર ન બનાવો કેમકે તીર્થધામ યાત્રાધામ એ પિકનીક પોઇન્ટ નથી. આથી તેની ગરિમા જળવાવી જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top