Charchapatra

વિલિયમ વિલ્બર ફોર્સ… ને યાદ કરી જુઓ

જગતના મહાન કાર્યકર્તાઓ પૈકીના યાદગાર પ્રદાનકર્તા તરીકે પંકાયેલા એવા વિલિયમ વિલ્બર ફોર્સ કે જેઓ ને ગુલામોના મુકિતદાતા તરીકેનું બિરૂદ આપવામાં આવેલછે. એમનો જન્મ 1759ના અરસામાં ઇંગ્લેન્ડમાં થયેલો હતો એ સમયે વિશ્વવ્યાપ સામાજિક દૂષણો પૈકીનું એક હતું તે ‘માનવ ગુલામોનો વેપાર’ (હ્યુમન ટ્રાફિકિંગ કહી શકાય) એને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાનું, લોઢાના ચણા ચાવવા જેવું કઠીણ કાર્ય પાર પાડવા એમણે બીડુ ઝડપ્યું હતું. જો કે આજની તારીખે પણ સદર દૂષણ ઓછાવત્તા અંશે સર્વવ્યાપક છે જ ત્યારે કહેવાતી છપ્પનની છાતીવાળાઓ આંખ આડા કાન કરે છે, ખેર, ઉમરાવ કુટુંબમાં જન્મેલા વિલયમે કેમ્બ્રિજમાં અભ્યાસ કરી રાજકારણમાં ઝંપલાવેલું.

એઓ પાર્લામેન્ટમાં સભ્યપદ પણ પામેલા. લોક સમુદાય વચ્ચે અડિખમ ઉભા રહેતા વિના સિકયુરીટી ગાર્ડસ ગુલામોની મુકિત માટે ખૂબ ઝઝૂમ્યા હતા. આખરે બ્રિટીશ ધ્વજ હેઠળના અસંખ્યક ગુલામોને મુકિત અપાવી ઉત્કૃષ્ટ માનવસેવા કરેલી હતી. એઓ સારા ગાયક હતા, ખુદ ઇંગ્લેન્ડના રાજા સામે ચાલીને એમને સાંભળવા જતા. તેઓ ખેલદિલ, રમુજી, સાલસ, આનંદી અને વાક્‌પટુ હોવાથી સમગ્ર બ્રિટિશના સમાજમાં લોકપ્રિય હતા. સામાજીક જીવન જીવવા સાથોસાથ રાજકિય ક્ષેત્રે એમણે ખૂબ જ સુંદર જીવનવ્યવહારનો સમન્વય સાધેલો હતો. આખરે 74 વર્ષનું પૂર્ણ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવી ઇ.સ. 1833માં એમના દેહાવસાનની નોંધ સાંપડે છે.
સુરત     – પંકજ શાં. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top