ગોધરા: ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મતદારોએ આઠ જેટલા મતદાન મથકો ખાતે ઉત્સાહપૂર્વક મતદાન કરતા 74.58 ટકા મતદાન નોંધાયું છે. આ વખતની પેટા ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ગોધરા તાલુકા પંચાયતની નદીસર બેઠકના વિજેતા ઉમેદવારે તાજેતરમાં જ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નદીસર તાલુકા પંચાયત સદસ્ય ૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.
આ પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર રાધા બેન ભગવાન પરમાર અને જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમત પૂવાર વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો હતો. જ્યારે રવિવારના રોજ આઠ જેટલા મતદાન મથકો ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરેલ હતું. સાથે મતદાન મથકો ખાતે મત નાખવા માટે મતદારોની લાંબી લાઈન લાગી હતી. મતદાન મથક ખાતે મતદારો પોતાના મત આપવા માટે આવ્યા ત્યારે મો ઉપર માસ્ક નહિ પહેરવા સાથે થોડું અંતર પણ રાખેલ ન હોતું. જ્યારે આ વખતની તાલુકા પંચાયત સદસ્યની પેટા ચૂંટણીમાં આઠ જેટલા મતદાન મથકો ખાતે 74.58 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું.
જ્યારે અમુક મતદાન મથક ખાતે મતદારોનો ઉત્સાહ પણ ઓછો જોવા મળી રહ્યો હતો. આઠ જેટલા મતદાન મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ પ્રજાપતિ સહિત ત્રણ પી.એસ.આઇ તેમજ 50થી વધુ પોલીસકર્મીનો સ્ટાફ ગોઠવાયો હતો. આ ચૂંટણીના આઠ મતદાન મથકોના ઇવીએમ મશીનને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા.શરૂઆત ના મતદાન માટે નિરસતા જોવા મળી હતી. નદીસર તાલુકા પંચાયત પેટા ચૂંટણી મા 7137 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ના હતા જોકે 74.58 ટકા મતદાન નોંધાયું છે. ભાજપ કોંગ્રેસ અને આપ સહિત અપક્ષ મળી કુલ 4 ઉમેદવારો મેદાને છે.ત્યારે ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી.
શરૂઆતમાં 10થી 15 ટકા મતદાન : બપોર બાદ વધ્યું
ગોધરાના નદીસર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વહેલી સવારથી નીરસ મતદાન બાદ હવે બપોર બાદ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી.વહેલી સવારે ગણ્યા ગાંઠ્યા મતદારો મતદાન કરતા જોવા મળતા હતા પરંતુ બપોર બાદ ખેતી સહિત ઘરકામ પરવારી ને મોટી સંખ્યા માં મહિલા મતદારોની પણ લાંબી કતારો જોવા મળી હતી. શરૂઆત ના તબક્કા માં 10 થી 15 ટકા જેટલું મતદાન થયું હતું પરંતુ બપોર બાદ એકાએક મતદાન માં ઉછાળો આવ્યો હતો.છેલ્લે મળતી માહિતી મુજબ 74.59 ટકા જેટલું મતદાન 8 જેટલા મતદાન મથકો પર થયું હતું.હાલ જે રીતે મતદારો ની કતારો જોવા મળી હતી.ત્યારે મતદારો એ પણ પોતાનો મત વિકાસના કામ કરી શકે તેવા ઉમેદવાર ને ચૂંટી લાવવા માટે આપ્યો છે.