પોતાની ફિલ્મો સિવાય બોલીવુડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પોતાની સ્ટાઇલિશ લાઈફ સ્ટાઇલ (Life style) માટે હમેશ હેડલાઇન્સ (headlines)માં રહે છે. આ ઉપરાંત, તે સામાજિક કાર્ય (social work)માં પણ સક્રિયપણે ભાગ લે છે, જેના કારણે પણ તે ઘણી વખત સમાચારોમાં રહી છે. આ દરમિયાન હવે આ અભિનેત્રી બીચ સાફ (beach cleaning) કરતી જોવા મળી હતી.
હકીકતમાં, ગાંધી જયંતિ પ્રસંગે, 2 ઓક્ટોબરના રોજ, જેકલીન ફર્નાન્ડીઝ તેની ટીમ સાથે ગયા અને મુંબઈના ગંદા દરિયાકિનારા સાફ કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મુંબઈમાં બીચ સાફ કરવાની ઘણી ઝલક પણ શેર કરી હતી. જેકલીને લાંબી પોસ્ટ લખી તેના દ્વારા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા અને મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને યાદ કર્યા હતા. પોતાની પોસ્ટમાં સ્વચ્છ ભારત અભિયાનનું વર્ણન કરતાં તેમણે લખ્યું કે ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાન દિવસ નિમિત્તે અમે મીઠી નદીના કાંઠે જવાનું નક્કી કર્યું તે સમજવા માટે કે અમે કેવી રીતે યોગદાન આપી શકીએ.
તેણી પોતાના અભિયાન વિશે આગળ લખે છે – અમારી ટીમ અમારા શહેરને સ્વચ્છ રાખવા માટે અથાક મહેનત કરી રહી છે. તેઓ નિયમિત બીચ સફાઈ કરે છે જે આપણે બધા સ્વયંસેવક કરી શકીએ છીએ !! ચાલો આપણે સૌ સાથે મળીને આ સુંદર શહેર, દેશ અને ગ્રહને બચાવવાનો સંકલ્પ લઈએ.
તમને જણાવી દઈએ કે જેકલીન હંમેશા પોતાના સોશિયલ વર્ક માટે હેડલાઈન્સમાં રહે છે. તેણી ઘણી વખત તેના ફાઉન્ડેશનના બેનર હેઠળ સમાજના કલ્યાણ માટે કામ કરે છે. કોરોનાના બીજા વેબ દરમિયાન તેમણે એક એનજીઓના સહયોગથી પોતાના યોલો ફાઉન્ડેશનની સ્થાપના કરી.
જેક્લીન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની ટીમ સાથે બીચની સફાઈ કરી રહી છે. જેકલિન ગુલાબી ટી-શર્ટ અને કેપમાં સુંદર લાગી રહી છે.
જેક્લીન તેની માનવતા પ્રત્યેની કરુણાસભર લાગણીઓ માટે જાણીતી છે. તાજેતરમાં તેમણે રસ્તા પર એક ગરીબ છોકરીને જોયા બાદ પોતાની કાર રોકી હતી. તેણે પહેલા તેને લાડ લડાવ્યા અને બાદમાં મદદ માટે આગળ આવ્યા હતા.