ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક યુવકે દારૂના નશામાં ધમાલ મચાવી હતી. યુવકે દારૂના નશામાં આખું ગામ માથે લીધું હતું. દારૂના નશામાં યુવક ગામમાંથી પસાર થતા હાઇટેનશન વીજ પોલ (Hightension line pole) પર ચઢ્યો યુવક ગયો હતો. યુવક દારૂના નશામાં હતો એટલે નીચે પટકાઈ ન જાય તે માટે ગામલોકોએ તેની સાથે બળજબરી કરવાની જગ્યા પર સમજાવીને કામ લીધું હતું. જોકે આખરે યુવક ટાવર પરથી પટકાયો હતો.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં દારૂના (Alcohol) નશામાં ધૂત યુવકે હાઈટેન્શન તમાશો કરી આખું ગામ માથે લીધું હતું. બરબોધન ગામના પરાગભાઈ પટેલના ખેતરોમાં ખેતી કામ કરતો અને નિશાળ ફળીયાનો રણજીત રાઠોડ દારૂના નશામાં બરબોધન ગામની સીમમાંથી પસાર થતી ગેટકો કંપનીની હાઇટેનશન વીજ લાઇનના ટાવર ઉપર ચડી ગયો હતો. આસપાસના લોકો કંઈક સમજે તે પહેલાં યુવક હાઇટેન્શન ટાવર ઉપર ચડી ગયો હતો અને તમાશો કરી ગામ ગજવ્યું હતું. ગામનો યુવાન હોવાથી બધા તેને ઓળખતા હતા અને સમજી ગયા હતા કે, હંમેશા દારૂના નશામાં તેણે આ પરાક્રમ કર્યુ છે. આશ્ચર્યજનક બાબત એ હતી કે, તેની કોઈ માંગણી ન હતી. પરંતુ દારૂના નશામાં ટાવર પર ઉપર ચડી બેઠક જમાવી હતી.
ગામલોકોએ નશામાં ટાવર પર ચડેલા યુવકને નીચે ઉતારવા કલાકો સુધી ઘણી બધી કોશિશ કરી હતી પણ યુવક કોઈની વાત માનવા તૈયાર ન હતો. જોકે બે કલાક બાદ યુવકે પોતાની જાતે ઉતરવાની કોશિશ કરતા તેને કરંટ લાગ્યા બાદ નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વીજ કરન્ટ અને ઉંચાઈ પરથી પટકાતા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. યુવકના વર્તનથી આખું ગામ હેબતાઈ ગયું હતું.