Gujarat

ભાવનગરના અગ્રણી પ્રવીણ માણિયાની હત્યામાં સંડોવાયેલો જયદિપસિંહ ગોહિલ 300 કરોડનો આસામી

કોંગ્રેસની ટિકીટ પર ભાવનગર જિલ્લા પંચાયતની બે વખત ચૂંટણી લડી ચૂકેલા અને ગાંધીનગરના જમીનની લે વેચ કરતાં દલાલ પ્રવીણભાઈ માણિયાની ગઈ તા.17મી સપ્ટે.ના રોજ ગાંધીગનરના સરગાસણ – હડમતિયા પાસેના સામ્રાજય ફાર્મની અંદર દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં જયદિપસિંહ સનુભા ગોહિલ અને તરૂણસિંહ અશોકસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. પોલીસે સમગ્ર હત્યા કેસમાં ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર કબ્જે લીધી છે.

મહારાષ્ટ્રના લોનાવાલા ખાતેથી તેની પ્રેમિકા સાથેથી કઢંગી હાલતમાં પોલીસે જયદિપસિંહને ઝડપી લીધો હતો. બંને આરોપીઓ પ્રવીણ માણિયાની હત્યા બાદ બોપલ ગયા હત , અહીંથી જયદિપસિંહ કારમાં લોનાવાલા ગયો હતો.પોલીસ તપાસમા બહાર આવેલી વિગતો મુજબ જયદિપસિંહ એક ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. તેની પાસે 200 લકઝરી બસો છે. એટલુ જ નહીં નહીં કન્સ્ટ્રકશનના બિઝનેશમાં પણ મોટુ રોકાણ કરેલું છે. અંદાજિત 300 કરોડની પ્રોપર્ટી ધરાવે છે.

પોલીસ સૂત્રોએ કહયું હતું કે સામ્રાજય ફાર્મમાં તા.17મી સપ્ટે.ની રાત્રે દારૂની મહેફિલમાં એકબીજાથી ચડિયાતા દારૂની પાર્ટી આપવાના મુદ્દે અંદોર અંદર ઝઘડો થયો હતો. જેમાં પ્રવીણ માણિયાએ તલવાર હાથમાં લીધી હતી. જયારે જયદિપસિંહો પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી દીધી હતી.

સામ્રાજય ફાર્મમાં રાત્રીની મહેફિલમાં જયદિપસિંહ સનુભા ગોહિલ અને તરૂણસિંહ અશોકસિંહ ઝાલા,જયરાજસિંહ રાણા, હરપાલસિંહ ગોહિલ, જનક વિંછિયા, સંતોષ ભરવાડ અન મોહિત રબારી હાજર હતા.

સામ્રાજય ફાર્મમાં દારૂની મહેફિલમાં દારૂની બાબતમાં ખાસ કરીને જયદિપસિંહ અને પ્રવિણ ઝઘડી પડયા હતા. જેમાં જયદિપસિંહે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પ્રવીણ માણિયા પર ગોલીબાર કર્યો હતો.જેના પગલે પ્રવીણભાઈ ત્યાં જ ઘટના સ્થળે ઢળી પડયા હતા.ગોળીબાર બાદ ગોળીબાર બાદ આરોપી ત્યાથી નાસી છૂટયા હતા. તરૂણસિંહ બોપલમાંથી ઝડપાયો છે. જયારે જયદિપસિંહ લોનાવાલાથી ઝડપાયો છે.

પ્રવીણભાઈ બે વખત ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડયા હતા. જો કે તેઓ હારી ગયા હતા . તેમના ફાર્મ હાઉસમાં પાસના તત્કાલીન કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથી દિનેશ બાંભણીયા દ્વ્રારા સંખ્યાબંધ વખત મીડિયા બ્રિફીંગ રાખવામાં આવ્યું હતુ.સરકાર સામેના આંદોલન વખતે આ ફાર્મનો ઉપયોગ થતો હતો. મૂળ સિહોર તાલુકાના નાના સૂરકા ગામના પ્રવીણભાઈને દેવુ થઈ જતાં તેમની બે જેટલી પ્રોપર્ટી ગાંધીનગરના તત્કાલીન મામલતદાર વિરમ દેસાઈને વેચી દેવી પડી હતી. અપ્રમાણસર મિલકતોના મામલે એસીબી દ્વ્રારા વિરમ દેસાઈ સામે તપાસ હાથ ધરાઈ હતી.

Most Popular

To Top