Surat Main

ઉપરવાસમાં વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક: ઉકાઈ ડેમના 7 ગેટ ખોલીને 98 હજાર ક્યુસેક પાણી છોડાયું

સુરત: (Surat) ઉકાઇ ડેમના (Ukai Dam) કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ફરી વરસાદની (Rain) આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. અને સમય સુચકતા વાપરી ડેમ 345 ફુટે પહોંચે તે પહેલાં ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી છોડવાનો (Water Discharge) નિર્ણય લેવાયો છે. આજે ઉકાઈ ડેમમાં 90 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમના 6 ગેટ ચાર ફુટ અને 1 ગેટ દોઢ ફુટ ખોલીને 98 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

  • ઉકાઈ ડેમમાંથી 7 ગેટ ખોલીને 98 હજાર ક્યુસેક પાણી છોડાયું
  • ડેમના કેચમેન્ટમાં વરસાદને પગલે ઉકાઈમાં 98 હજાર કેયુસેક પાણીની આવક
  • ડેમની સપાટી 342.75 ફુટે પહોંચી, સિઝનમાં બીજી વખત તાપી બે કાંઠે વહેશે
  • Date :25/09/2021
  • Time : 12:00 hrs
  • Rule Level : 345.00 ft (7414.29)
  • Level : 342.77 ft
  • Gross Storage:7017.23
  • MCM (94.64%)
  • Live storage :6332.84 MCM 𝗜𝗻𝗳𝗹𝗼𝘄 : 90230 Cusecs
  • Outflow :
  • Canal: 1100 cusecs
  • Hydro: 21544 cusecs
  • Gate: 75624 cusecs
  • Total 𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄: 98268
  • Cusec𝗌

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઍરિયામાં ફરીથી મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો છે. જેથી ઉકાઈ઼ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી આજે સવારે ૩૪૨.૭૬ ફુટને આંબી ગઈ હતી. બીજી બાજુ હવામાન વિભાગે ઉપરવાસમાં વરસાદની આગાહી કરી છે. હાલ ડેમ પહેલાથી જ રૂલ લેવલથી માત્ર અઢી ફૂટ નીચે છે. 345 ફૂટે ડેમ છલોછલ ભરાઈ જાય છે અને ત્યાર પછી પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે તેવી શક્યતા રહે છે. તેને કારણે તંત્ર અગાઉથી એલર્ટ બની સમયસૂચકતા વાપરી ડેમમાંથી આજે 98 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. જે 98 હજાર સુધી લઈ જવાશે. ડેમમાંથી છોડાતુ પાણી સાંજ સુધીમાં તાપી નદીમાં પહોંચતા તાપી બંને કાંઠે થશે.

લ્લા કેટલાય દિવસથી સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરી છે. સુરત અને દક્ષિણ ગુજરાતના માથે વરસાદની વધુ એક સિસ્ટમ સેટ થઇ રહી છે. જે ઝરમર સહિત હળવા વરસાદી ઝાપટાં વરસાવશે. જોકે શનિવારે સુરતમાં વરસાદે વિરામ લીધો હતો. સમગ્ર દિવસ દરમ્યાન તડકો છવાયેલો રહ્યો હતો. આ તરફ ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં હજી વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની સપાટી 342.77 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્રએ આઉટફ્લો પણ વધાર્યો છે. બપોરે 12.00 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમમાં 98,489 ક્યૂસેક પાણીની આવક (Water Intake) થઈ રહી છે જેની સામે તંત્ર દ્વારા 98,489 ક્યૂસેક પાણી છોડાઈ (Water Discharge) રહ્યું છે.

Most Popular

To Top