કાલોલ: કાલોલ જીઆઇડીસીમાં આવેલી પંચમહાલ સ્ટીલ નામની કંપની મા થી બુધવારના રોજ બપોરના સુમારે ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં રોડ પર ધુમ્મસ જેવા ધુમાડા છવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને આગળ નો રસ્તો દેખાતો બંધ થઈ ગયો હતો. કંપનીની ભઠ્ઠીમાં થી નીકળેલા આ ધુમાડા બાબતે જાગૃત નાગરિકો દ્વારા કંપનીના ગેટ પાસે પહોંચી સિક્યુરિટી મારફતે મેનેજર ને જાણ કરી હતી.
તેમ છતાં પણ આ ધુમાડા નીકળવા ના બંધ થયા નહોતા અને ફરીથી મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા મેનેજરે ફોન ઉપાડ્યો નહોતો જીઆઇડીસી વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ નો સમગ્ર વિસ્તાર કાળાડિબાંગ ધુમાડા વાળો થઈ જવા પામ્યો હતો અને ભારે અવરજવર વાળા આ રસ્તાનો ટ્રાફિક પણ જામ થઇ જવા પામ્યો હતો વાહન ચાલકો ને પોતાના વાહન ની હેડ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. સ્ટીલ કંપની ની ભઠ્ઠી માંથી અવારનવાર લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા પ્રદૂષિત ધુમાડા બહાર નીકળતા હોય છે.