વડોદરા: હરીયાણા રોહતક જીલ્લાની પુત્રી સમાન યુવતી ઉપર શહેરના વગદાર અને માલેતુજાર બે નરાધમોએ આચરેલા દુષ્કર્મનો કેસ હાઇ પ્રોફાઇલ હોય તેમ પોલીસ કઇ પણ કહેવા તૈયાર જ નથી. પોલીસે આજે પીડીતાનુ માત્ર નિવેદન લઇને સામાન્ય પૂછતાછ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. શહેરની હાઇ સોસાયટીમાં નામના મેળવી ચૂકેલા અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટના કલંકિત કૃત્યથી સંસ્કારી નગરીમાં સનસનાટી મચી ગઇ છે.
અશોક જૈન પાંચ માસથી કામ કરતી 24 વર્ષીય પીડીતાને અત્યંત લોભામણી લાલચ આપીને પોતાની હવસ પૂરી કરવા શરીર ભુખ્યા આધેડ નરાધમોએ યુવતી સાથે હદ ઉપરાંત દુરાચાર આચરતા કાળા કરતુતોનો ભાંડો ફૂટયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે તપાસનો દોર લંબાવતા ભોગ બનનાર પીડીતાનુ નિવેદન લઇને સામાન્ય પૂછતાછ હાથ ધરી હતી. જોકે બંને આરોપીઓ પોલીસને હાથતાળી આપીને ભુગર્ભમાં ઉતરી ગયા હતા. ઘટના સંદર્ભે પોલીસને પૂછતાછ કરતા કઇ પણ જણાવવા ઇન્કાર કર્યો હતો તે જોતા તો પ્રજામાં ચર્ચાઇ રહ્યુ છે. પોલીસ ખુદ આરોપીઓનો કરતુતો ઉપર ઢાંકપિછોડો કરવા પાછળના દરવાજેથી મદદ કરી રહી છે.
તો બીજી તરફ એવુ પણ ચર્ચાઇ રહ્યુ છે કે શર્મસાર ઘટના હનીટ્રેપનો જ ભાગ છે. કારણ કે આટલા આટલા અત્યાચાર સહન કરનાર યુવતી કઇ અભણ નથી. કાયદાની જાણકાર પીડીતાએ આટલા સમય સુધી સહન જ કેમ કર્યુ તેની ચર્ચા પણ સુત્રો દ્વારા સાંભળવા મળી હતી. બનાવ અંતર્ગત શહેરના નામચીન બુટલેગરની પણ પડદા પાછળ સક્રિય ભૂમિકા હોવાના હેવાલ પણ વહેતા થયા છે. ફરીયાદના દિવસે હિન્દી ભાષ્ી યુવતી સાથે સતત પડછાયાની જેમ ફરતો ગુજરાતની ભાષી યુવાન મીડીયા સાથે વાતચીત સુદ્ધા કરવા તૈયાર ન હતો. તે યુવાન કોણ હતો ? કોના ઇશારે દોડધામ કરીને મદદ કરવા તત્પરતા દાખવતો હતો. પોલીસે શક્ય તેટલી વધુ ઉંડાણમાં ઉતરશે તો સમગ્ર મામલામાં કેટલાક પ્રતિષ્ઠિત ઇસમોના નામ પણ ઉછળે તેવા ભણકારા વાગી રહ્યા છે.