સ્વચ્છ સુરત સુંદર સુરત મ્યુ. કોર્પોરેશનનું સ્લોગન અત્યારે શહેરના ગંદા ખાડાખાબોચીયાવાલા રસ્તાઓની બદસુરત હાલત દેખીને કોણ મૂર્ખ સુરતને ખુબસુરત કહેશે? શું આવી મેગાસીટી હોય? સુરતની જનતા ખોબા ભરીને કરવેરા અને બીજા વેરાઓ કોર્પોરેશનને આપે છે. રસ્તાઓ શહેરની જીવાદોરી છે. રસ્તાઓ સારા સ્વચ્છ હશે તો વાહન વ્યવહારમાં સરળતા રહેશે. રોગચાળથી મુકત રહેશે. અત્યારે કોર્પોરેશન કોોરોનાને કાબૂમાં રાખવા જે પ્રસંશક ઉપાયો પગલાં લે છે તે સરાહનીય છે. ત્યારે રસ્તાઓ માટે કેમ બેફિકર? સુરતને સાચા અર્થમાન સ્વચ્છ સુરત સુંદર સુરતનું સૂત્ર સાર્થક કરવા ખાડાઓ પૂરી ડામરથી કાર્પેટીંગ કરવાની તાતી જરૂર છે.
સુરત – મોહસીન એસ. તારવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ખુબસુરત નહીં-બદસુરત’!
By
Posted on