Charchapatra

આર.આર.એસ. વિશે બૌધ્ધિકો સમભાવથી વિચારો

વર્ષ 1947થી લઈને આજદિન સુધી નહેરૂવાદી અને માર્કસવાદી, ચિંતકો અને બુધ્ધીજીવીઓ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વૈચ્છીક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.આર.એસ.-સંઘ)ના સિધ્ધાંતો પર ચર્ચા ન કરતા તેના અંગે સતત ખોટા પ્રચારો કરીને આરોપીના પિંજરામાં ઊભો કરી દેવાનો એક સામૂહિક ખોટા પ્રયત્નો થતા રહ્યા છે. આપણા દેશના ભૂ.પૂ.વડાપ્રધાન બાજપાઈ અને દૃઢનિશ્ચયી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ની વિચારધારાનું પરિણામે છે તે આવા ચિંતકો અને બુધ્ધીજીવીઓ ભૂલી જાય છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘આનંદ મઠ’ સ્વામી દયાનંદ સરસ્વતીનું સત્યાર્થ પ્રકાશ, વીર સાવરકરનું ‘હિન્દુત્વ’ અને લોકમાન્ય ટીળકનું ‘ગીતા રહસ્ય’ જેવા નોંધપાત્ર પુસ્તકો વર્ષો બાદ આજે પણ ભારતીય વિશ્વ વિદ્યાલયો અને શોધ-સંશોધનોમાં કેમ અધ્યાયનો વિષય નથી બન્યો તેની દેશના આ સેક્યુલર ચિંતકો ચિંતા કરતા નથી. આવી જ હકીકત સ્વામી વિવેકાનંદના વિશ્વ પ્રસિધ્ધ પ્રવચનો બાબતે પણ છે. દેશની આઝાદી બાદના વર્ષોના દુષ્પ્રચાર વિશ્વ વિદ્યાલયના એકતરફી પાઠ્યક્રમે (હિન્દુત્વના જ કાયમી વિરોધોના પરિણામે) દેશની વર્તમાન પેઢીના એક મોટા વર્ગને સંઘ વિશેની સાચી જાણકારી બાબતે અજાણ બનાવી દીધેલ છે, છતા પણ આર.આર.એસ. સૌથી વિશ્વસનીય અને સેવાકીય સંગઠન સાબિત થયેલ છે.

આર.આર.એસ.ના પ્રમુખ મોહન ભાગવતનું મુસ્લિમ બુધ્ધીજીવીઓને આપેલ તાજેતરના પ્રવચનમાં જણાવેલ છે કે ‘‘હિન્દુ-મુસ્લિમના પૂર્વજો એક જ છે, અમને અંગ્રેજોએ લડાવ્યા છે અને દરેક ભારતીય હિન્દુ છે’’ મોહન ભાગવતની આ વાત દેશના આર.એસ.એસ.ના ગણ્યા ગાંઠ્યા બચેલા વિરોધી સેક્યુલર રાજકીય નેતાઓએ અને બુધ્ધીજીવીઓએ નોંધ લઈને માત્ર મતબેંકોના તુષ્ટિકરણના સ્વાર્થોને કારણે આર.આર.એસ.ના દેશની બહુમતી એવા હિન્દુઓના સંગઠનોના તેમજ હિન્દુત્વના વિરોધો બાબતે એ દેશ સમક્ષ સચ્ચાઈ બહાર આવી ગયેલ હોઈ દેશ અને સમાજમાં હિતમાં એ આવા વિરોધો સદંતર બંધ થવાની  જરૂર છે.
અમદાવાદ          – પ્રવીણ રાઠોડ ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top