Madhya Gujarat

દાહોદના ડમ્પિંગ યાર્ડ પાસે મૃત ગાયનો નિકાલ કરવાને બદલે જાહેરમાં ફેંકી દેવાઇ

દાહોદ: દાહોદ શહેરમાં આવેલ ડમ્પીંગ યાર્ડ ખાતે મૃત હાલતમાં એક ગાયને ફેંકી દેવામાં આવતાં સ્થાનીક પ્રજા તેમજ ખાસ કરીને ગૌ રક્ષકોમાં ભારે રોષની લાઘણી વ્યાપી જવા પામી છે. ગૌવંશને વિધિવત નિકાલ કરવાને બદલે આ ડમ્પીગ યાર્ડના કચરાના ઢગલામાં ફેંકી દેવાતાં કુતરા જેવા પશુઓ આ મૃત ગાયને ફાંડી ખાતાં પણ નજરે પડ્યાં હતાં. દાહોદ સ્માર્ટ સીટી આમ તો અનેક સમસ્યાઓથી ઘેરાયેલું સ્માર્ટ સીટી છે. માત્રને માત્ર સ્માર્ટ સીટીના નામે કામો કાગળ પરજ થઈ રહ્યાં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે મુખ્ય મુદ્દો સ્માર્ટ સીટી દાહોદનો એ છે કે, દાહોદ સ્માર્ટ સીટીમાં આવેલ ઈન્દૌર હાઈવે રોડ સ્થિત ડમ્પીંગ યાર્ડ હર હંમેશ કોઈને કોઈ ચર્ચાઓમાં રહેતું જ આવ્યું છે. મધ્યપ્રદેશથી એન્ટ્રી થતાંની સાથેજ સ્માર્ટ સીટીના બોર્ડ સાથે પ્રવેશ દાહોદમાં પ્રવેશ દ્વારા આપવામાં આવ્યો છે. 

આ પ્રવેશ દ્વારની બીલકુલ સામેનીજ બાજુમાં ડમ્પીંગ યાર્ડ એટલે કે, આખા દાહોદ શહેરનો કચરો આ ડમ્પીંગ યાર્ડમાં નાખી દેવામાં આવે છે પરંતુ આ ડમ્પીંગ યાર્ડનો કચરો હાઈવે રસ્તા ઉપર પણ ઢોળી દેવામાં આવતો હોય છે જેને પગલે હાઈવે રસ્તા ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અસહ્ય ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૌ વંશને વિધિવત રીતે દફન કરવાને બદલે આ ડમ્પીંગ યાર્ડમાં કચરાની બચ્ચે ફેંકી દેવાતા સ્થાનીકો સહિત ગૌ રક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્માર્ટ સીટીને નામના મેળવ્યાને વર્ષાે વિતી ગયાં છે પરંતુ સ્માર્ટ સીટીનું બિરૂદ મળેલ આ દાહોદ શહેરમાં કોઈ ખાસ પ્રકારની હાલ સુધી કામગીરી જાેવા મળતી નથી તેમાંય દાહોદ શહેરવાસીઓ માટે ખાસ માથાનો દુઃખાવો બનેલ એવા ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ ડમ્પીંગ યાર્ડમાં કચરાનો ઢગ હર હંમેશ જાેવા મળી
રહ્યો છે.

Most Popular

To Top