Charchapatra

ચાર રસ્તા- ટ્રાફિક પોઇન્ટ સીગ્નલ

સુરત શહેરમાં ‘ટ્રાફિક સીગ્નલ’ ચાર રસ્તા પાસે, ભિખારીનાં નાના નાના છોકરાં/છોકરી, નાના બાળકને હાથમાં લઇને ફરતી મહિલા અને ભીખ માટે અાજીજી કરે છે જે દયાજનક છે. પરંતુ ટ્રાફિક પોઇન્ટ પાસે, ટ્રાફિકમાં જઇ, ગાડીઓના કાચ કે સ્કૂટર નજીક આવી જાય છે જે ‘ન્યુસન્સ’ છે. આ ઉપરાંત ‘સીગ્નલ’ ચાલુ થતાં કદાચ અકસ્માત થવાનાં ચાન્સ પણ રહે છે. શું ફરજ પરનાં ટ્રાફિક પોલીસો આ અંગે કાળજી ન લઇ શકે? જેથી પ્રજાજનો તથા વાહનચાલકોને ખલેલ ન પહોંચે. શું કોઇ સામાજીક સેવા પ્રદાન કરતી કલબો/ સંસ્થાઓ, આવા ભિખારીઓનો ઉધ્ધારક બની ન શકે? જેથી સુરત સીટી વધુ સ્માર્ટ સિટી બની શકે!
સુરત              – દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top