કાલોલ: વેજલપુર પોલીસ સ્ટેશનના પી એસ આઈ આર ડી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે વેજલપુર નાના મહોલ્લા ખાતે રહેતા ફારૂક કાદીર જમાલ ઉર્ફે ગુલઝાર તથા ઇલિયાસ મોહમ્મદ પાડવા તથા મોહમ્મદ ઇબ્રાહિમ પાડવા ત્રણે ભેગા મળીને ઈરફાન સત્તાર પાડવા તથા ઈકબાલ સત્તાર પાડવા બન્ને રે ઘુસર રોડ વેજલપુર મારફતે ગૌવંશ મંગાવીને ચમાર વાસ ખાતેના બંધ મકાનમાં બાંધી રાખી તમામ ભેગા મળી કતલ કરવાના છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા ક્રૂરતાપૂર્વક પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર બાંધી રાખેલા ત્રણ બળદ તથા કતલ કરવાના સાધનો જેમાં લાકડાના હાથા વાળી કુહાડી, લોખંડના છારા, લાકડાનું ઢીબલુ મળી આવેલા કુલ રૂ ૪૫૨૮૦ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ત્રણેવ બળદને ગોધરા ખાતે ની પાંજરાપોળમાં મોકલી આપી કુલ પાંચ ઇસમો સામે પશુ સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.