વડોદરા: ગણપતિ ઉત્સવમાં કોવીડ-૧૯ મહામારી ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકારના નિયમો સાથે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ હતુ. વૈશ્વિક કોરોનાની ત્રીજી લહેરને સંપૂર્ણ કાબૂમાં રાખવા ગજરાત સરકારના નિયમોનુ સંપૂર્ણ ધ્યાને લઇને પોલીસ કમિશનર સમશેરસિં આઠ મુદ્દાનુ જાહેરનામુ બહાર પાડયુ હતુ. ભાવિક ભક્તોએ દુંદાળા દેવની સ્થાપના શકય તેટલા નાના પંડાળમાં માત્ર ૪ ફૂટની મહત્તમ ઉંચાઇ વાળી મૂર્તિનુ જ સ્થાપન કરી શકાશે. આયોજકોએ સ્થાપના અંગેની વિગતસહ અરજીઓ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પીઆઇને રૂબરૂમાં આપવાની રહેશે.
ખાસ કરીને સોશિઅલ ડિસ્ટન્સીંગ્નુ પાલન કરવાના હેતુસર ગોળ કુંડાળા કરીને દર્શન વ્યવસ્થા પર ભાર મૂકાયો છે. ઉત્સવ સ્થળોએ પૂા આરતી પ્રસાદ વિતરણ કરી શકશે. પરંતુ કોઇપણ પ્રકારના ધાર્મિક- સાંસ્કૃતિક કાર્યક્રો ઉપર પ્રતિબંધ મુકાયો છે. સ્થાપના વિસર્જન દરમ્યાન માત્ર ૧ વાહનમાં ૧પ શ્રદ્ધાળુઓ આયોજકોનો સમાવેશ કરવાનુ જાહેરનામામા જણાવાયુ છે. બની શકે તો ઘર પર જ મૂર્તિ વિસર્જન કરવુ હિતાવહ રહેશે. અને સેવાસદન દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવોમાં ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરવુ. તે સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકત્ર નહિ કરવા પણ અપીલ કરી હતી. ખાસ કરીને ગણેશ ઉત્સવનો તહેવાર દરમ્યાન ૯-૯-ર૧ તથા ૧૯-૯-ર૧ સુધીના દિવસોમાં કરફ્યુની આંશિક છૂટછાટ અપાશે.