સુરત: સુરત (Surat) શહેરમાં વરસાદે (rain) છેલ્લા ત્રણ દિવસથી વિરામ લેતા અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવામાન વિભાગે (forecast dept) જન્માષ્ટમી (janmashtami)થી ફરી મેઘરાજા પધરામણી કરે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ એક લો પ્રેશર સિસ્ટમ (low pressure system) ડેવલપ થઈ રહી છે. જે આગામી 30 અને 31 તારીખ સુધી મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશ (Madhyapradesh) સુધી પહોંચશે અને 31 તારીખે રાત્રે ગુજરાત (Gujarat) તરફ આગળ વધતા 31 અને 1 તારીખથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય સતત બીજા દિવસે ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો હતો. જોકે કેચમેન્ટમાં છૂટાછવાયાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ડેમની સપાટી 328.78 ફૂટ નોંધાઈ હતી. જિલ્લામાં ઓલપાડમાં બે, પલસાણામાં ત્રણ અને સુરતમાં એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સિવાયના તાલુકા કોરાકટ રહેવા પામ્યા છે.
તાપમાનનો પારો 32 ડિગ્રીએ પહોચી ગયો
સુરત શહેરમાં ભરચોમાસાની સીઝનમાં ગરમીનો ભારે અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ તેમજ લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આજે ભેજનું પ્રમાણ 69 ટકા હતું. તથા પવનની ગતિ પણ મંદ હતી. દિવસ દરમિયાન પવનની ગતિ 8 કિલોમીટર પ્રતિકલાકની હતી. દરયિાપારના પવનોને કારણે આજે ગરમી અનુભવાઇ હતી.